બજારોમાં મહામારીને લઈ આજે પણ ભયનું લખલખુ પ્રસરી રહ્યું છે. લોકડાઉનમાં પડેલા મારની કળ હજુ વળી નથી. શહેરના ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી કે સોની બજાર સહિતના વિસ્તારોમાં વેપારીઓ ગ્રાહકોની કાગડોળે રાહ જોતા હોય તેવા દ્રશ્યો સામે આવે છે. એક સમયે ભરચ્ચક રહેતી શહેરની નામાંકીત બજારો આજે ઉડે..ઉડે… છે.
પગરખા, કપડા, જ્વેલરી સહિતની વેંચાણ કરતી દુકાનોમાં ગ્રાહકોની જમાવટ નથી. લોકડાઉન ખુલ્યા બાદ પણ તેજી નથી. લગ્નસરાની સીઝન ચાલી ગઈ છે અને નજીકમાં તહેવારોની સીઝન પણ મંદ રહે તેવી દહેશત વચ્ચે વેપારીઓ અત્યારે પોતાનો ખર્ચો પણ માંડ કાઢી રહ્યાં છે. બજારમાં નાણાની તરલતા ન હોવાથી વેપારીઓની માઠી થઈ છે.