બેટી બચાવો, મહિલા સશકિતકરણ સહિતના થીમ પર કાર્યક્રમ તથા રાસ-ગરબા અને ડાન્સના અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
અબતક ચેનલ તથા અબતક ડિજિટલ પર કરાયું સમગ્ર કાર્યક્રમનું લાઇવ ટેલીકાસ્ટ
શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા મીરામ્બિકા શૈક્ષણિક સંકુલ દ્વારા તેજસ્વિતા અભિવાદન અને વાર્ષિકોત્સવ આજે યોજાયો હતો. શહેરના હેમુગઢવી હોલ ખાતે યોજાયેલા આ વાર્ષિકોત્સવમાં જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાય, લાયન્સ કલબના ડિસ્ટ્રીકટ ગવર્નર ચંદ્રકાંતભાઈ દફતરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મીરામ્બિકા ગ્રુપની વિવિધ શાળાઓ બંને કોલેજોના વિદ્યાર્થીઓએ પોતાની કલા રજુ કરી હતી. આ તકે બેટી બચાવો સંદેશ, કરાટે દ્વારા નારી સશકિતકરણ, રાસ ગરબા તથા ડાન્સ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જે માણવા મોટી સંખ્યામાં વાલીઓ ઉમટી પડયા હતા.
વિદ્યાર્થીઓનું અદભુત પર્ફોમન્સ પ્રેરણાદાયી: મયુરસિંહ જાડેજા
આજે અમે હેમુગઢવી હોલમાં સ્કુલનું વાર્ષિક ફંકશન કર્યું છે અને વિદ્યાર્થીઓનું સન્માન પણ કર્યું છે અને આમા વિદ્યાર્થીઓ લગભગ છેલ્લા બે મહિનાથી પ્રેકટીસ કરે છે. ખુબ જ સરસ મજાના ડાન્સ, નાટક રજુ કર્યો છે. તેમજ સામાજીક સંદેશ પણ વિદ્યાર્થીઓને આપ્યા છે. સ્ત્રી બચાવો, બેટી બચાવો, બાળ મજુરો તો ઘણા બધા સામાજીક ઈસ્યુ પરથી પણ નાટકના પાત્રો ભજવ્યા હતા. ખુબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. વાલીઓનો ઉત્સાહ પણ ખુબ જ સારો હતો કારણ કે બાળકોની મહેનત જ દેખાય આવતી બધા જ બાળકોએ ખુબ જ સારું પર્ફોમન્સ કર્યું છે. અંદાજીત ૩૦૦ જેટલા બાળકોએ ફંકશનમાં ભાગ લીધો છે.
અમારા તમામ ૧ થી ૧૨ ધોરણના બાળકો જે સ્કુલ ફર્સ્ટ આવ્યા હોય, કલાસ ફર્સ્ટ આવ્યા હોય, બોર્ડમાં સારું પરફોર્મ કર્યું હોય એનું પણ આજે અમે સન્માન કરેલું. મીરા અંબિકા સ્કુલમાં ૧ થી ૧૨ ધોરણ, ઈંગ્લીશ મીડીયમ, સાયન્સ, બીબીએ, બીસીએ, બીએડ કોલેજ પણ છે. ૨૫ વર્ષ જુની આ સંસ્થા છે અને બોર્ડ અમે ટોપ-૧૦માં જ હોય છીએ. ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કુલ જે છેલ્લા બે વર્ષથી ચલાવીએ છીએ. આ વર્ષે ત્યાં ૧૧-૧૨ સાયન્સનું શરૂઆત કરવાના છીએ
એનેર્જટિક ગરબાની રમઝટમાં મજા પડી: ચાંદની રાઠોડ
આજે અમે ૨૦ છોકરીઓ જુના અને નવા ગુજરાતી ગીતોનું મેશઅપ પર ગરબા રમવાના છીએ. આ ગરબા માટે અમે દોઢ મહિનાથી તૈયારી કરી રહ્યા હતા. આ ખુબ જ એનર્જી અને અધરો ડાન્સ છે. અમે ખુબ જ ખુશ છીએ અને થોડા નર્વસ પણ છીએ સાથે સાથે ડાન્સ આવે તેની રાહ જોઈએ છીએ. અમારું પરર્ફોમન્સ જોરદાર થશે.
અમારી બે મહિનાની પ્રેક્ટિસ રંગ લાવી: ભેંસદળીયા દેવાંગી
આજના ફંકશનમાં અમે બેટી બચાવો વિશે નાટક ભજવ્યું છે. જેનો વિચાર બી.એડ સ્ટાફ મેઘાવી મેડમ, ચંચલ મેડમ, હેતલ મેડમે આપ્યો છે. અમે છેલ્લા ૧ મહિનાથી પ્રેકટીસ કરી છીએ અમારું પરફોર્મ ખુબ જ સારું રહ્યું ઓડિયન્સ ભાવુક થઈ ગયા હતા. હું એવું અનુભવુ છું કે ખરેખર આ નાટકથી ઓડિયન્સને ખબર પડશે કે બેટી ખરેખર સમાજમાં જીવવા માટે અને સમાજને આગળ વધારવા માટે મહત્વપૂર્ણરૂપ છે. આ નાટક માટે સ્કુલ ટીચરોનો સારો સપોર્ટ હતો.