એરફોર્સ પાસે ૧૨૩ તેજસ જેટ વિમાનો છે નવા ૨૦૧ ઉમેરાતા ભારત પાસે ૩૨૪ તેજસ જેટ વિમાનો થઈ જશે
ભારતીય વાયુદળ માટે તેજસ સિતારા સમાન બન્યું છે. સરકારે પ્રથમ વખત એરક્રાફટ પ્રોજેકટ સ્વીકાર્યાના ૩૫ વર્ષ બાદ ઈન્ડિયન એર ફોર્સ આઈએએફને ૩૨૪ ‘તેજસ’ મળશે. આ ફાઈટર પ્લેન તેજસનાં વધુ જોડાણથી ઈન્ડિયન એર ફોર્સ વધુ મજબુત બનશે.
આઈએએફએ અગાઉ જણાવ્યું હતુ કે, હાલમાં ઈન્ડિયન એરફોર્સ પાસે ૧૨૩ તેજસ જેટ વિમાનો છે અને આ વિમાનોનાં વિકાસ અને ઉત્પાદનના ખર્ચની વાત કરીએ, ૧૨૩ તેજસ જેટને બનાવવામાં ‚ા. ૭૫ હજાર કરોડથી પણ વધુનો ખર્ચ થયો છે. પરંતુ હવે, બાકીનાં ૨૦૧ તેજસ માર્કર ૨૨ જેટ મળો તે તદન અલગ અને નવા જ હશે. આ તેજસ જેટમાં ઈંધણ અને હથીયારો લઈ જવાની ક્ષમતા વધુ હશે તેમજ તેમના એન્જીનો વધુ શકિતશાળી હશે.
હાલના તેજસ જેટ વિમાન ૩ ટન વજન સુધીનાં હથીયારો ઉપાડવાની ક્ષમતા ધરાવે છે. જે આવનારા નવા તેજસમાં વધુ હશે. ભારતે વર્ષ ૨૦૧૬, સપ્ટેમ્બરમાં ફ્રાન્સ પાસેથી ૩૬ રાફલ જેટ ખરીધાહતા ૧૨૩ જેટ વિમાનો અગાઉ ખરીધાયા હતા. જયારે હવે ૨૦૧ અન્ય તેજસ જેટ વિમાન મળતા ભારતીય વાયુદળ પાસે ૩૨૪ તેજસ જેટ વિમાનો થઈ જશે.