દિન-પ્રતિદિન બળાત્કારના કિસ્સાઓ વધતા થાય છે. ત્યારે, આપણે ફક્ત મહિલા સુરક્ષા, સશક્તિકરણ અને સ્વનીર્ભારની વાતો કરીએ છીએ પરંતુ ઉત્તરપ્રદેશની એક યુવતીએ રેપ-પ્રુફ અંડરગારમેન્ટ બનાવી લીધા છે. જેમા લોક અને જીપીએસ અને કેમેરાની સુવિધા પણ છે.
ઉત્તરપ્રદેશની ફરુખાબાદની ૧૯ વર્ષીય સીનુ કુમારી આ કારનામો કરી બતાવ્યો છે. આ ઉપરાંત તેના બનાવેલા અંડરગારમેન્ટમાં કોમ્બીનેશન લોક અને પોલીસ એલર્ટ માટે જીપીએસ પણ છે. તેથી રેપિસ્ટ ના ચેહરાની પણ ઓળખ થઇ શકશે.
વધુમાં તેણે જણાવ્યું હતું કે સાત વર્ષની બાળકી સાથેની બળાત્કારની ઘટના બાદ મે જોયુકે દેશભરમાં રેપના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે મને વિચાર આવ્યો કે આપણી પાસે એવી ટેકનોલોજી તો છેજ કે જીપીએસથી પોલીસ અને પરિવારનો સંપર્ક કરી શકાય બસ મે તેના માટે એક નીશ્ચીત કોડ રાખ્યો છે. તેનાથીજ ડિવાઈઝ ખુલશે જયારે તે બટન દબાવવામાં આવે ત્યારે ઈમરજન્સી નંબર પર ફોન લાગી જશે. સોનુએ તેની સિસ્ટમને મોડિફાઇડ કરી છે.
જોકે કોઈએ તેનો વિરોધ કર્યો નથી પરંતુ આ બાળકીના સાહસે તેને અલગજ સ્થાન અપાવ્યું છે.