ઓનલાઈન છેતરપિંડીમાં કેનેડા અને અમેરિકા અવ્વલ સને: ભારતનો ૩જો ક્રમ
ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનનારા ટોચન ત્રણ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ટેકનોલોજીની નબળાઈના કારણે ભારતમાં ઓનલાઈન છેતરપિંડી સામે યોગ્ય અને સમયસર પગલા લઈ શકાતા નીથી. એક રિપોર્ટ અનુસાર કુલ સાયબર એટેકમાં ફીશીંગનું પ્રમાણ ૪૮ ટકા જેટલું રહ્યું છે. ફીશીંગ એટલે એક એવું કાવતરું જેમાં નામાંકીત કંપનીઓના નામે મેઈલ મોકલવામાં આવે છે અને વ્યક્તિ પાસેી પર્સનલ ડેટા, બેંકની વિગતો અને પાસવર્ડ માંગવામાં આવે છે. આવા મેઈલ મોટી સંખ્યામાં અનેક લોકોને મોકલવામાં આવે છે. પરિણામે કોઈ વ્યક્તિ તો જાળમાં ફસાઈ જાય છે. માટે આ ટેકનીકને ફીશીંગ કહેવામાં આવે છે.
ભારતમાં ફીશીંગના કારણે અનેક લોકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે. ફીશીંગી લોકોને ફસાવવાનું પ્રમાણ ભારત ઉપરાંત બ્રાઝીલ, કેનેડા અને અમેરિકામાં પણ બહોળા પ્રમાણમાં જોવા મળે છે. નેધરલેન્ડ, કોલંબીયા, સ્પેન, મેક્સિકો, જર્મની અને સાઉ આફ્રિકામાં પણ ઓનલાઈન છેતરપિંડીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
મોબાઈલના ઉપયોગની સો ફીશીંગી ઓનલાઈન છેતરપિંડી વધુ પ્રબળ બની છે. અહીં ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન છેતરપિંડીમાં ૧૦૦માંથી ૬૫ વખત મોબાઈલના માધ્યમી નાણાનું ટ્રાન્સફર યું હોય છે. અહીં એ પણ જોવાનું છે કે, આ પ્રકારના હુમલા અમેરિકા, રશિયા અને ભારતમાંથી થાય છે. હેકરો આ ત્રણ દેશમાંથી જ વધુ પ્રમાણમાં હોય છે.
ભારત ડિજીટલાઈઝેશન તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે ટેકનોલોજી મામલે પછાતપણાના કારણે મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનતા જોવા મળે છે. મોટા વળતર કે ઈનામની લાલચે લોકો ઈમેઈલમાં પોતાનો વ્યક્તિગત ડેટા અને પાસવર્ડ મોકલી દે છે. આ ઉપરાંત ક્રેડીટ કે ડેબીટ કાર્ડ નંબર અને પીન પણ શેયર કરતા અચકાતા ની જેના ગંભીર પરિણામો ભોગવવા પડે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com