કોઇપણ મુશ્કેલી આપણને શકિતશાળી અને કંઇક શીખવવા માટે જ સર્જાય છે. ત્યારે અત્યારના સમયમાં પોઝિટીવ રહેવા સારા પુસ્તકોનું વાંચન અને સંગીત ખુબ ફાયદાકારક બને છે.
પ્રશ્ન:- અત્યારે ડર નો માહોલ ચાલી રહ્યો છે ત્યારે લોકો નિડર બને તે માટે શું કહેશો?
જવાબ:- આ બીમારીને લીધે લોકો ડરી રહ્યા છે કારણ કે છેલ્લા સાત મહીનાથી આ બીમારી લોકોના મનમાં ઘર કરી ગઇ છે. દરરોજ કોરોનાનું જ સાંભળવા અને જોવા મળે છે. આ ડરને આપણી રહેણી-કરણીથી જ દૂર કરી શકાય છે.
આવા માહોલના લીધે લોકોને એવું જ લાગે છે કે કયાંક મારી સાથે પણ આવું ન થઇ જાય ખાસ કરીને આપણી આસપાસ આવું જોવા મળે તો ડર વધી જાય છે બની શકે તેટલા હકારાત્મક લોકોને મળવું અને હકારાત્મક વિચાર કરવા જેથી ડર ભાગે લોકોને જાતે જ દવા ન લેવી જોઇએ કોઇ લક્ષણ દેખાય તો ડોકટરની સલાહ લેવી જોઇએ અને ડરનો સામનો કરવો જોઇએ.
પ્રશ્ન: આજના સમયમાં માનસીક રીતે સ્વસ્થ રહેવું હોય તો તેના માટે શું કરવું જોઇએ?
જવાબ:- જેવા લોકો સાથે રહે છે તેવા લોકો સારા હોવા જોઇએ ચોપડી વાંચવી જોઇએ અને પ્રાણાયામ કરવા જોઇએ આ બધાથી માનસીક સ્વાસ્થ્ય જળવાઇ રહે છે.
પ્રશ્ન:- લોકોની ચિંતા વધતી જાય છે ત્યારે ઘરે બેઠા લોકોએ કઇ રીતે કાળજી રાખવી જોઇએ?
જવાબ:- લોકો કયાંકને કયાંક અંદરથી થાક ગયા છે કારણ કે ઘણા સમયથી આ બધું જોવા મળી રહ્યુઁ છે તેમાંથી બહાર નીકળવું જરૂરી છે અને તેના માટે એકબીજાને સમજવું, પોતાની વાતોને બીજાને કહેવી જોઇએ, કોઇપણ પરિસ્થિતિ સર્જાય છે તે આપણને શકિતશાળી અને કંઇક શીખવવા માટે જ સર્જાય છે અને હવે લોકો આમાંથી બહાર નીકળવાનું છે તેનો શીકાર નથી થવાનો લોકોએ એકબીજા સાથે પોતાની તકલીફ શેર કરવી જોઇએ જેથી તેનું નિવારણ લાવી શકાય.
પ્રશ્ન:- લોકોની રહેણી કરણી બદલી ગઇ છે ત્યારે હવે સ્વસ્થ રહેવા શું કરવું જોઇએ?
જવાબ:- આ સમયમાં વડીલો અને નાના બાળકોની રોજબરોજ થતી ક્રિયામાં ફેરફાર થઇ ગયો છે એક એવો નિયમ કરવો પડે જેમાં પોતાનું સ્વાસ્થય જળવાઇ, ડાયટ હોય અને કસરત કરવી જરૂરી છે. એવું કામ કરવું જોઇએ જેમાં આપણો શોખ હોય અને તેમાં પરસેવો નીકળે, અત્યારે ઘણી વસ્તુ આપણા જીવનનો એક ભાગ બની ગઇ છે. જેમ કે આયુર્વેદ જેમાં તુલસીના ઉપયોગ રોગ પ્રતિકારક શકિત વધે છે અને ગીલોઇ પણ જરૂરી છે અને આ એક મહત્વની દવા છે. રોગ પ્રતિકારક શકિત વધારવા માટે અને બીમારીથી દૂર રાખવા માટે યોગ અને પ્રાણાયામને પણ જીવનનો ભાગ બનાવવો જોઇએ કારણ કે તેનાથી હોર્મોનની સંખ્યા વધે છે, હેપીનેસ મળે છે. આ સિવાય નાસ લેવી જરૂરી છે. ૩ થી ૪ મીનીટ અને મોઢામાંથી શ્ર્વાસ લેવો અને નાકથી છોડવો જરૂરી છે. જેનાથી વાયરસનો અસર ઓછો થાય છે. સરસોનો તેલને રાત્રે સૂતી વખતે નાકમાં ર થી ૩ ટીપા નાખવા જોઇએ.
અત્યારે ઉકાળો પીવો, દવા લેવી એ સારૂ છે પણ કોઇપણ વસ્તુ વધારે લેવી હાનીકારક છે રોગ પ્રતિકારક શકિત વધારવા લોકો ગરમ પાણી, ગ્રીન ટી વધારે લે છે. જેનાથી બીમારી થવા લાગી છે જેમ કે એસીડીટી
પ્રશ્ન:- શું કરવાની મનોબળ વધે છે અને માનસીક રીતે શકિતશાળી બની શકાય?
જવાબ:- કોઇપણ ફીઝીકલ ફીટનેસ પ્રાણાયામ કરવું જરૂરી છે તે સીધુ આપણા મગજને અસર કરે છે કારણ કે કસરત એ જ કામ કરે છે જે દવા કરે છે.
દવા હોર્મોન વધારે છે તો કસરત પણ વધારે જ છે કોઇપણ કસરત હોય ડાન્સીંગ, યોગા, પ્રાણાયમ વગેરે જે પણ પસંદ હોય તેને પોતાના જીવનનો એક ભાગ બનાવવો જોઇએ અત્યારે લોકોને ડરવાની જરૂર નથી સમય કોઇ દિવસ પાછો આવતો નથી તો અત્યારથી ભવિષ્યની તૈયારી કરવી જોઇએ અને આગળના સમય પ્રમાણે પોતાને મઢી લેવો જોઇએ એવા હકારાત્મક વિચાર કામના કરવા જે અત્યારના સમયમાં કરી શકાય.
પ્રશ્ન:- અત્યારે સોશ્યીલ મીડીયાનો યુગ ચાલી રહ્યો છે તો તે આપણા માનસીક સ્વાસ્થ્યને કઇ રીતે અસર કરે છે?
જવાબ:- અત્યારે સામ સામે કોઇ સાથે નથી રહી શકાતુ પણ વર્ચ્યુઅલ વર્લ્ડમાં એક બીજાની જીંદગીમાં સામેલ થઇ રહ્યા છીએ સાચુ છે કે નહી તો જાણ્યા વિના આપણે માની લઇએ છીએ જે આપણી હેપીનેસને છીનવી લે છે. ટેકનોલોજીનો ઉપયોગ પોતાની નોલેજ માટે કરવો જોઇએ ટાઇમ પાસ માટે ન કરવો જોઇએ.
પ્રશ્ન:- દિવસના કેટલાક કલાક સોશ્યલ મીડીયા પર કાઢવા જોઇએ?
જવાબ:- આપણું ભણતર જો ઓનલાઇન પર નિર્ભર હોય તો તેના પર આધાર કરે કે કેટલા કલાક સોશ્યલ મીડીયા પર કાઢવા અથવા વેબીનાર, સેમીનાર કે પોતાની આવડત વધારવા માટે ડાન્સીંગ, કુકીંગ જેવા વિડીયો જોઇ શકાય જેમાં એક કલાક જેવું સોશ્યલ મીડીયાનો ઉપયોગ કરાય તેનાથી વધારે નહીં.
પ્રશ્ન:- વાંચવાના અને મ્યુઝીકના ફાયદા શું છે?
જવાબ:- આપણે સ્કુલ કે કોલેજના વિષયો પર વાંચીએ છીએ અને બીજુ સારી મોટીવેશનલ બુક વાંચીએ છીએ જેથી આપણી આવડતમા વધારો થાય ઘણીવાર વાંચવા થી થાક ઉતરી જાય કારણ કે લોકો ઘણી વાર વાંચવામાં એટલો રસ બતાવે છે કે બધુ નકારાત્મક વિચાર ભૂલી જાય છે. ઘણા મેગેઝીન કે એવા લેખકએ લખેલી બુકો છે. જેને વાંચવાથી મન શાંત થાય છે.
પ્રશ્ન:- બાળકો પર ખોટા પ્રભાવ પડયા છે તો તેને રોકવા શું કરવું જોઇએ?
જવાબ:- અત્યારે માતા-પિતા જ બાળકના શીક્ષક છે મિત્ર છે. અત્યારે બધી જ જવાબદારી માતા-પિતા પર છે. ઘણા બધો સમય ઓનલાઇન એજયુકેશનમાં જાય છે અને આ જરૂરી થઇ ગયું છે માતા-પિતા દિવસના ૩ કલાક પોતાના બાળકને આવે તો પણ ઘણી મુશ્કેલી દૂર થાય છે. બાળકોને અત્યારે ઘણી બધી ચિંતા થાય છે જેના લીધે તે હેરાન થાય છે ત્યારે માતા-પિતાએ જ બાળકનું ઘ્યાન રાખવું જરૂરી છે બાળકોને ગેમ રમાડી શકાય છે ઓનલાઇન પરીજનો સાથે વાત કરાવીને બાળકને ચિંતાથી મુકત કરી શકાય છે. જરૂરી નથી કે આખો દિવસ બાળક સાથે રહે દિવસની ૩૦ મીનીટ પણ ફાયદા આપે છે જો બાળકને માતા-પિતા સરખુ સમજે જે જરૂરછ છે.
પ્રશ્ન:- આજના ઓનલાઇન એજયુકેશન સીસ્ટમ ઉપર આપના શું વિચાર છે?
જવાબ:- અત્યારે સુધી આપણે એવું વિચાયુૃ ન હતું જો આજે ઓનલાઇન એજયુકેશનના લીધે બાળકોને ભણતર મળી રહ્યું છે અને વર્ષ નથી બગડયું જે સારા નિષ્ણાંત શિક્ષકો છે તેની પાસે ભણવા જાવું પડતું દૂર દૂર અને સમય બગડતો જયારે હવે ઓનલાઇન શિક્ષણથી ખૂબ ફાયદો મળી રહ્યો છે બાળકોને ઘણા લોકો આનો વિરોધ કરતા હોય છે પણ અત્યારેના સમયમાં આ ખૂબ સારું છે જો આ શિક્ષણ ન હોત તો આજે આપણે ઘણા પાછળ રહી ગયા હોત.
પ્રશ્ન:- ઓનલાઇન એજયુકેશનથી બાળકોમાં રોગ થઇ રહ્યા છે શું કહેશો?
જવાબ:- સમયને સીમીત રાખવો જોઇએ બાળકોને બ્રેક દેવો જરૂરી છે જેથી જ સમજાવ્યું છે તે બાળક આરામથી સમજી શકે, શિક્ષકો રેકોર્ડેડ વિડીયો બનાવે જ છે જેથી બાળકો સમય સમયે આરામથી બધુ સમજી શકે વારંવાર જોઇને
પ્રશ્ન:-આજના સમયમાં હેપીનેસ અને પોઝિવિટીને કેમ વધારી શકાય?
જવાબ:- કસરત હેપીનેસ વધારવાનો એક મુખ્ય ઉપાય છે આપણા અંગત લોકો સાથે વાત કરવી, નકકી કરવું કે કયા મનોરંજન પ્રોગ્રામથી પોતાને ખુશી મળશે કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં પણ લોકોથી ભાગવું ન જોઇએ તેની સાથે સતત વાત કરવી જોઇએ ફોન દ્વારા કે જેથી સામેવાળા વ્યકિતને પણ ખુશી મળે.
લોકોની મદદ કરવી જોઇએ પોતાની ડાયટ જાળવવી અને કસરત કરવી અને ભગવાનને પ્રાર્થના કરવી કારણ કે આ કરવાથી આપણા મનમાં હકારાત્મક વિચાર આવે છે અને શરીર સ્વસ્થ રહે છે.
પ્રશ્ન:- મેન્ટલ હેલ્સ પ્રોફેશનલ અને કાઉન્સીલરનો આજના સમયમાં શું રોલ છે?
જવાબ:- ઘણી વાર ધારવા છતાં પણ હકારાત્મક વિચાર નથી લઇ આવી શકતા ઘણીવાર સારા માણસો નથી મળતા જેની સાથે આપણી વાત શેર કરી શકીએ અને સારી સલાહ લેવા વાળા પણ નથી મળતા ઘણીવાર મુશ્કેલીમાં આપણે વિચારતા જ રહીએ છીએ અને ઉકેલ ન મળતા તો માનસીક સ્વસ્થ બગડે છે જયારે કોઇ સારા માણસ મળે તો મુશ્કેલી ના ઉકેલ મળે છે અને શું કરવું કયારે કરવું સમજાય જાય છે. સાચા સમય ઉપર જયારે કોઇની મદદ મળે તો બધા પ્રશ્નનો ઉકેલ મળી જાય છે. સરકાર પણ ઘણા કામ કરી રહી છે. મેડીકલ હેલ્પલાઇન વગેરે સવાઓ આપી રહી છે.