જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ.. જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે ’અનુભવી’… માનવ સમાજ સંસાર અને કોઈપણ પરિસ્થિતિમાં અનુભવી નો દબદબો રહે છે.
આધુનિક ટેકનોલોજી અને હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં સાધન સુવિધા અને આધુનિક મશીનરીવચ્ચે પણ હજુ અનુભવ કૌશલ્ય અને આવડતનો દબદબો એવો જ રહ્યો છે.
ઉત્તરાખંડની સિલ્કવ્યારા સુરંગમાં ફસાયેલા 41 શ્રમિકોને 17 દિવસના સઘન સંઘર્ષ પૂર્ણ પ્રયાસો બાદ આબાદ બચાવી લેવાના અવસરે માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વ સમાજે આનંદની અનુભૂતિ કરી હતી. સીલયારા સુરંગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ના પ્રયાસોમાં કોઈ પ્રકારની કસર રાખવામાં આવી ન હતી. 12 નવેમ્બર દિવાળીને દિવસે ટનલના સીલકીયારા તરફના ભાગમાં થોડો હિસ્સો બેસી જતા 60 મીટરના પટ્ટામાં કાટમાળ પડવાથી ટનલમાં ફસાઈ ગયેલા 41 શ્રમજીવી ઓનું ભાવી અનિશ્ચિત બની ગયું હતું.
ટનલના બુગદામાં ઊંડાણમાં પ્રાણ વાયુથી લઈને ખોરાક પહોંચાડવા સુધીની વ્યવસ્થા પ્રથમ પડકાર બની ગયો હતો જોકે સુરંગમાં કામ કરનારા શ્રમિકોને જમીનની અંદર રહેવાનો અનુભવ હતો પરંતુ સુરંગ બંધ થઈ જવાથી સર્જાયેલી મુશ્કેલીનો જીવનમાં પહેલીવાર સામનો થયો હતો ,એટલે રેસ્ક્યુ ઓપરેશનમાં તમામ શ્રમિકોનું જીવન અને જીજીવિષા મનોબળ બચાવે રાખવાનો બેવડો પડકાર હતો. તાત્કાલિક હાઈ ટેક સુવિધા-સાધનોથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું પરંતુ ’ધાર્યુંધણીનું જ થાય” તેમ ઓપરેશનના દરેક કલાકમાં ટેકનોલોજી ની કારી ફાવતી ન હતી અને એક પછી એક અંતરાયો આવતા હતા .બે પાંચ કલાકમાં જ પૂરું થઈ જાય તેવું ઓપરેશન દિવસે દિવસે લંબાતું જતું હતું.. છેલ્લે છેલ્લે તો ટેકનોલોજીના કરામતદારો પણ કહેવા લાગ્યા હતા કે હવે તો આ મામલો કુદરતના હાથમાં છે
ટેકનોલોજીના તમામ સાધનો જવાબ દેવા લાગ્યા હતા છેલ્લે આડા ઉભા દાર કરીને ફસાયેલા શ્રમિકો સુધી પહોંચવા નું કામ શરૂ કર્યું ગણતરીના મીટર જ દૂર રહેલા ફસાયેલા શ્રમિકો માટે દિવસ નહીં પણ એક એક ઘડી મહત્વની હતી છેવટે તમામ હથિયારો હેઠે મૂકીને હથોડી અને ટાંચણા થી પર્વત કોરતા અનુભવી હાથોને કામે લગાડવામાં આવ્યા… એક એક નખ “વા પથ્થર તોડી તોડીને 41 શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા મળી 17 દિવસ અને 400 કલાકના બચાવ કાર્યમાં રૂટ હોલ માઈન્ડિંગ વર્ટિકલ ડ્રીલીંગ ની ટેકનોલોજી ની સાથે સાથે હથોડી અને ટાંચણા ના કસબ ધરાવતા અનુભવી હાથોએ પર્વત ચીરવામાં સફળતા મેળવીને વધુ એક વાર ટેકનોલોજી સામે કૌશલ્ય અને આવડતને શક્તિશાળી પુરવાર કરી છે.
ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી કપરુ કામ સરળ અને ઝડપથી પતાવવા માટે “સક્ષમ” હોય પરંતુ અનુભવ આવડત અને વ્યક્તિગત કૌશલ્ય ની હંમેશા જરૂર રહેશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના મહાનુભાવો અને વિશ્વ સમાજે સુરંગ માંથી નવું જીવન પ્રાપ્ય કરીને બહાર આવેલા 41 શ્રમિકોને દીર્ધાયુ સુખમય જીવનના આશીર્વાદ શુભકામના પાઠવિ ત્યારે ઉત્તર કાશી માં ઉત્સવ ઊભો કરનાર 17 દિવસ અને 400 કલાકના બચાવ કાર્યની સફળતા પાછળ ટેકનોલોજી ની સાથે સાથે પથ્થર તોડનાર કામદારોની આવડતને પણ સલામ કરવી જ રહી.
જ્યાં ટેકનોલોજી ના પગ ન પહોંચે ત્યાં આવડત જ જીવદાતા બની રહે છે તે ઉત્તરાખંડ ની ટનેલ માં ફસાયેલા 41 શ્રમિકો ના સુખરૂપ બચાવકાર્ય એ સાબિત કરી દીધું છે