ગુગલ એપ ઉપયોગ કરતા પહેલા સાવચેત રહેશો
ટેકનોલોજીમાં રહેલા છીંડા બૂરવાની જવાબદારી કોની? લોકોની પ્રાઈવસીની સલામતી કેટલી ?
૨૧મી સદીમાં આપણે બધશ ટેકનોલોજીની મયાજાળથી ઘેરાયેલા છીએ આપણી આસપાસ નજર કરીએ ત્યાં ટેકનોલોજી જોવા મળે છે. પછી એ ઘરની અંદર હોય, ઓફિસમાં હોય કે પછી બહારની દુનીયામાં ટેકનોલોજીએ આપણને બધાને એક ‘ઈડિયટ બોકસ’ની અંદર કેદ કરીને રાખી દિધા છે. તમને એમ લાગશે કે હું ટેકનોલોજીને ‘ઈડિયટ બોકસ’ કેમ કહું છું હા ‘ઈડિયટ બોકસ’ તેનું કારણ એ છે કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા ત્યારથી બુધ્ધીનો ઉપયોગ કરવાનુંજ બંધ કરી દીદું છે.
આપણી આસપાસ બનતી ઘટનાઓને આપણે જોઈ શકતા જ નથી અનુભવી શકતા નથી બસ આ ટેકનોલોજી નામનું ‘ઈડિયટ બોકસ’ જેટલુ બતાવે છે તેટલું જ આપણે જોઈએ છીએ હવે થયું કે એવું કે ટેકનોલોજીના આ સતત ઉપયોગથી લૂંટારાઓ ફાવી ગયા છે. તે કોઈને કોઈ છિંડા ગોતી અને બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. જેની જાણશુધ્ધા આપણને તી નથી અને અચાનક એવી ઘટના બને છે કે જે આપણે વિચારી પણ ના હોય.
ગૂગલ આપણને ઘણી બધી સગવડતાઓ ફ્રિમાં આપે છે. ‘મફત’, આપણે આ શબ્દને ઓળખી જ નથી શકયા ‘મફત’ હંમેશા ‘મોંઘુ’ બને છે. એ યુકતી અહિયા ચરીતાર્થ થાય છે. ગૂગલ ‘મફત’માં આપણો બધો ડેટા પોતાની પાસે રાખે છે. અને એમા છિંડા પાડી લૂંટારાઓ બેફામ લૂંટ ચલાવે છે.
આવો જાણીએ એવું તે શું બને છે કે ‘ગુગલ સર્વિસ’નો ઉપયોગ કરતા લોકોનાં ખીસ્સા જ સાફ થઈ જાય છે.
જાણો એક વાત જે તમારી જાણબહાર છે
ગૂગલ સર્વવ્યાપક છે. એ પછી સ્માર્ટફોન હોય કે કમ્પ્યુટર લોકો તેનો ભરપૂર ઉપયોગ કરે છે. સાયબર ક્રિમીનલ ટેકનોલોજીના જાયન્ટની એપ્લીકેશન અને સર્વિસનો ક્રિમીનલ એકટીવીટી માટે ટાર્ગેટ કરે છે. કાસ્પરસ્કાય (એન્ટીવાયરસ કંપની) ના એક રિપોર્ટ અનુસાર, સાયબર સિકયોરીટી કંપનીઓ, ઓનલાઈન લૂંટારાઓ, અથવા તો અન્ય લોકો ગૂગલની વિવિધ એપ્કેશન અને સર્વિસ જેવી કે કેલેન્ડર, ડ્રાઈવ, ફોટા જેવી સર્વિસને માત્ર પૈસા માટે ટાર્ગેટ બનાવતા હોય છે. અહિંયા અમે ૭ એવી એપ્લીકેશનની વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા બેંક એકાઉન્ટ ખાલી કરી નાખી શકે છે.
આવો જાણીએ આ ૭ એપ્લીકેશનને જીણવટપૂર્વક
ગૂગલ કેલેન્ડર
આ એપ્લીકેશનની મદદથી હેકરો તમને નકલી આમંત્રણ મોકલાવે છે. અને ઈવેન્ટ બનવાની હોય તે પહેલા જ તમને એક ખોટી યાદી કરીને મેસેજ મોકલે છે હવે શું થાય છે હેકરો આ આમંત્રણને તમારા એકાઉન્ટમાં બેસાડી દેશે અને તમને ખોટો મેસેજ આપશે કે તમારા બેંક એકાઉન્ટમાં અમે પૈસા જમા કરાવીએ છીએ એટલે તમે અમનેતમારા બેંક એકાઉન્ટ અને પીન નંબર સહિતની માહિતી મોકલો જેથક્ષ અમે પૈસા જમા કરાવી શકીએ હવે તમે જ વિચારો આવું તે કોણ હશે કે જે તમને સામેથી કશું પણ કર્યા વિના તમારા બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવે હેકરો આ કિમીયો વાપરે છે. લોકો પર અને લોકો લાલચમાં આવી ફસાય જાય છે.
ગૂગલ ફોટો:
આ એપ્લીકેશનનો ઉપયોગ સૌથી વધુ લોકો કરે છે જે ખૂબજ ખતરનાક છે. આ એપ્લીકેશનની મદદથી તમારા અંગત ફોટોને પણ આપ આપની મરજીથી ખૂલ્લા પાડી રહ્યા છો.
ઓલી કહેવત છે ને હિન્દીમાં કે ‘આ બૈલ મુજે માર’ તેના જેવી સ્થિતિ આપણે પોતે જ હેકરો માટે ઉભી કરી રહ્યા છીએ.
આ એપ્લીકેશનની મદદથી હેકરો મોટા મોટા પૈસાને તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનાં દાવાઓ કરે છે. આ અત્યારે જ શકય બને ત્યારે તમે હેકરોનાં આવા ખોટા ઈમેઈલનો જવાબ આપો છો હેકરો એવી રીતે મેઈલ કરે છે કે તમને એમ જ લાગે કે આ મેઈલ ગૂગલ ફોટોમાંથી આવ્યો છે. અને સંપૂર્ણ પણે વિશ્વસનીય છે પરંતુ ખરેખર તે લોકો પાસેથી પૈસા પડાવવાની સ્કીમ છે. અને લોકો તેમાં ફસાય જાય છે.
ગૂગલ મેપ
આ એપ્લીકેશનની મદદથી હેકરો ખરેખર પૈસા નથી પડાવતા પરંતુ તે બિજા વ્યવસાયને નુકશાન પહોચાડે છે. અને લોકોને ભ્રમીત કરે છે. પોતે ફેક એકાઉન્ટ બનાવી ખોટો વ્યવસાય બતાવે છે.અને લોકોને ભ્રમીત કરે છે. અને તેમને ઈન્ટરનેટ પર પોતાનું અસ્તીત્વ બતાવી બેનામી વ્યવહારો કરે છે. અને બિજા વ્યવસાયને દેશી ભાષામાં કહું તો ‘ચૂનો’ લગાડવાનું કામ કરે છે. અંતે વ્યવસાયીક આ ભ્રમમાં અને લાલચમાં ફસાયને પોતાના નાણા ગૂમાવે છે.
ગૂગલ ડ્રાઈવ
ઘણા બધા એવા વાયરસ તેમજ ફેક પેઈજ બનાવી લોકોની અંગત માહિતીઓ હેકરો પોતાની પાસે ખેંચી લે છે અને પછી તેનો દૂરૂપયોગ કરે છે. કલાઉડની આપેલી નવી ટેકનોલોજી હેકરો માટે આશીર્વાદ સમાન છે. તેઓ કલાઉડ ટેકનોલોજીને હેક કરી ગૂગલ ડ્રાઈવ પર રહેલી તમામ માહિતી એકઠી કરે છે જેમાં તમારી બેંક એકાઉન્ટની વિગતો પણ રહેલી છે. એટલા માટે ગૂગલ ડ્રાઈવ પર રહેલી કોઈપણ અજાણ લિંક તેમજ ફાઈલને લઈ ન લો અને તેને તુરંત જ ડિલીટ કરી ગૂગલને જાણ કરવું જેથી તમારો ડેટા ખોટા હેકરોના હાથમાં ન આવી જાય.
ગૂગલ સ્ટોરેજ
કાસ્પરસ્કય (એન્ટીસવાયરસ કંપની)ના એક રીપોર્ટ મુજબ ગૂગલ સ્ટોરેજ ગૂગલ ડ્રાઈવ જેવું જ હેકરો માટેનું દ્વાર છે. જેનાથી ઘૂસણખોરી કરી હેકરો તમારી તમામ માહિતીને પોતાની પાસે ખેંચી લે છે જેમાં ખોટી અફવાઓ, ખોટી ફાઈલો, અને વિવિધ લોભામણી લિન્કો દ્વારા તમને પોતાની બાજુ આકર્ષે છે.
ગૂગલ ફોર્મ
ગૂગલ ફોર્મ એક એવું ટુલ છે જેનાથી સર્વે અને કિવઝ દ્વારા લોકો પાસેથી માહિતી એકત્રીત કરવામાં આવે છે. આ ટૂલનાં ઉપયોગથી વપરાશકર્તા પાસેથી માહિતી મેલવવા હેકરો આવા ખોટા ફોર્મ બનાવી અને વિવિધ માહિતીઓ એકઠી કરે છે. અને તેના દ્વારા વિવિધ લોભામણી જાહેરાતો મોકલી એનકેન પ્રકારે લોકોને પોતાની જાળમાં ફસાવે છે.
ગૂગલ એનાલીસીસ
સાયબર ક્રિમીનલ ગૂગલના આ ટૂલનો ખૂબ સારી રીતે ઉપયોગ કરે છે. આ ટૂલનો ઉપયોગ ઘણી બધી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. હેકરો આનો ઉપયોગ ખોટી લિંકો તેમજ મેસેજ અને ફોટા મોકલવા માટે કરે છે. અને તેના દ્વારા હેકરો કંપનીનોક અગત્યનો ડેટા તેમજ વ્યકિતગત ડેટા મેળવી અને ટાર્ગેટ કરે છે નાણાં બનાવવા માટે.
ઉપરની આ વિવિધ ગૂગલની એપ્લીકેશન અને સર્વીસનો હેકરો ખૂબજ સહેલાઈથી ઉપયોગ કરી અને તમનેખબર પણ ન પડે તે રીતે તમારા બેંક એકાઉન્ટને આંખનાં પલકારામાં જ ખાલી કરી નાખે છે. આટલું જાણ્યા પછી કહેવાનું એટલું જ થાય કે ટેકનોલોજી ઉપયોગ તો કહીએ પણ થોડી સાવચેતી રાખીએ જેથી તેના માઠા પરિણામો ભોગવવા ન પડે.
ગૂગલે પણ આ પ્રકારની થતી હેકરોની ક્રિયાને વહેલી તકે ધ્યાનમાં લઈ અને એપ્લીકેશન તેમજ સર્વીસમાં રહેલા છીંડાઓને બૂરી દેવા જોઈએ અને લોકોની સલામતીનો વિચાર કરવો જ જોઈએ એપ્લીકેશન અને સર્વીસ લોકોને ઉપયોગીતા માટે આવી તો દિધી પરંતુ તેની સલામતી કેટલી? આ વિચાર તમારે, મારે અને આવી ટેકનોલોજીની સર્વિસ આપતી કંપનીઓએ કરવો જ રહયો.