ટેકનોલોજી એક અપ્લાઇડ સાઈન્સ છે જેને અપ્લાય કરવું જરૂરી છે: આશિષ કુમાર (ડેપ્યુટી કમિશનર, આરએમસી
યુવાનોમાં અપાર પ્રતિભા છે જેને પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ મળવું જરૂરી હોય છે. જે ધ્યાને રાખીને ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી દ્વારા દર વર્ષે ટેકનીકલ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. સમયે સમયે વિદ્યાર્થીઓનું મેન્ટરીંગ કરીને તેમને તૈયારી કરાવવામાં આવે તો તેઓ ખૂબ આગળ વધી શકે છે. તારીખ 11 અને 12 ઓક્ટોબરના રોજ ૠઝઞ દ્વારા રાજ્ય કક્ષાનો ટેકનીકલ ફેસ્ટીવલ ૠઊઈ રાજકોટ ખાતે ઉજવાઈ રહ્યો છે.આ ઇવેન્ટમાં અલગ અલગ શાખા જેવી કે મિકેનિકલ, સિવિલ એન્જિનિયરિંગના 612 વિદ્યાર્થીઓએ આ કોમ્પેટીશનમાં ભાગ લીધો આ ઇવેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર આશિષ કુમાર ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિવિધ કોલેજોના આચાર્ય, પ્રાધ્યાપકોએ ઇવેન્ટમાં હાજરી આપી હતી.
ટેક્ફેસ્ટ એ માત્ર ઇવેન્ટ નહિ કૌશલ્યની ઉજવણીનો એક ત્યોહાર છે: ડેપ્યુટી કમિશનર આશિષકુમાર
ટેક્ફેસ્ટ ઇવેન્ટ વિશે વધુ માહિતી આપતા ડેપ્યુટી કમિશનર આશિષ કુમારે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ટેક્ફેસ્ટ એ માત્ર ઇવેન્ટ નહિ કૌશલ્યની ઉજવણીનો એક ત્યોહાર છે. પોતાના એન્જીનીયરીંગ બેગ્રાઉન્ડને યાદ કરતા તોએ કહ્યું હતું કે ટેકનોલોજી એક અપ્લાઇડ સાઈન્સ છે જેને અપ્લાય કરવું જરૂરી છે. તેમણે યુવાનોને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે આજે ઘણા નવા નવા સ્ટાર્ટપ બુલંદ ઉંચાઈએ પહોંચ્યા છે જે આનંદની વાત છે.
ઇવેન્ટને જીતવા કરતા પણ ઇવેન્ટમાં ભાગ લેવો મહત્વનો ડો. કિશોર મારડિયા (પ્રિન્સીપાલ જીઈસી રાજકોટ)
સંસ્થાના આચાર્ય કિશોર મારડિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કેજણાવ્યું હતું કે રાજ્યભરમાંથી આવેલા 612 વિદ્યાર્થીઓએ રોકેટ્રી, કેડેન્જર, એકવાલીફટ, જંક યાર્ડ વોર્સ અને ટેકપ્રેન્યોર જેવી વિવિધ ઈવેન્ટ્સમાં ભાગ લીધો છે તેમજ વિવિધ સંસ્થાઓમાંથી, ઇન્ડસ્ટ્રીમાંથી આવેલ તજજ્ઞો દ્વારા તેમનું મૂલ્યાંકન થશે. સૌ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારતા તેમણે કહ્યું હતું કે ઇવેન્ટને જીતવા કરતા પણ ઇવેન્ટમાં ભાગ લેવો મહત્વનો છે. સૌ સહભાગીઓને શુભેચ્છાઓ આપીને તેમણે ઇવેન્ટને શરુ કરાવી. અંતમાં ટેક્ફેસ્ટના ચેરમેન બી.બી.કુચ્છડીયાએ પધારેલ મહાનુભાવો, તમામ કોલેજના આચર્યશ્રીઓ, ઇવેન્ટના નિર્ણાયકો અને ફેકલ્ટી મેન્ટર્સનો આભાર માન્યો હતો. તેમણે આ આયોજનનો અવસર ૠઊઈ રાજકોટ ખાતે આપવા બદલ ૠઝઞનો પણ આભાર માન્યો હતો. આ પ્રકારે ૠઊઈ રાજકોટ ખાતે એક ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ટેક્ફેસ્ટ શરુ થયો હતો.
કેડેન્જર ઇવેન્ટબકારણે વિદ્યાર્થીઓમાં કળાનો વિકાસ થશે: કાર્તિક ચૌહાણ
ગર્વમેન્ટ એન્જિનિયરિંગ કોલેજના મેકેનિક વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કાર્તિક ચૌહાણ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓએ જીટીયુ એક્સપ્રેસ દ્વારા યોજાયેલ કેડેન્જર ઈવેન્ટમાં ભાગ લીધો છે આ ઇવેન્ટમાં લેખિત પરિક્ષા, મોડેલની રજૂઆત અને મટીરીયલ દ્રારા મેકેનીકલ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે કેડેન્જર ઇવેન્ટ ની અંદર વિદ્યાર્થીઓએ ભાગ લેવાનો મુખ્ય હેતુ એ છે કે આજના યુગમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં ખૂબ જ સ્પર્ધા વધી રહી છે ત્યારે આ ઇવેન્ટના માધ્યમથી પ્રેક્ટીકલ જ્ઞાનનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ મોડલ્સ બનાવી શકે અને પોતાના વિચારોની રજૂઆત કરી શકે અને જેમાં જેના કારણે વિદ્યાર્થીઓમાં કળાનો વિકાસ થશે.
એકવાલિફ્ટ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા હાઇડ્રોલિકઆર્મ મોડેલ બનાવાયા: ટીશા ભેડા
ૠઊઈ રાજકોટ મિકેનિકલ બ્રાન્ચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ટીશા ભેડાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમણે ટેક્સ્ટ માં એક્વાલીફ્ટ નામની કેટેગરીમાં ની કોમ્પીટીશનમાં પોતાની ટીમ સાથે ભાગ લીધો છે પ્રેક્ટીકલ કે જેમાં પ્રેક્ટીકલ જ્ઞાન નો ઉપયોગ કરીને તેઓ આ સ્પર્ધામાં હાઇડ્રોલિક આર્મ મોડેલ ની રજૂઆત કરશે ઉપયોગ કોઈપણ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લિફ્ટ કરવા માટે થતો હોયછે વધુમાં તેઓએ જણાવ્યું કે મોડેલ શિક્ષકો જીગીશ ગોસ્વામી તથા હિરલબેનના નેજા હેઠળ તેઓ દ્વારા બનાવમાં આવ્યા. આ ઇવેન્ટ નો મુખ્ય હેતુ ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરીને તેમજ વેસ્ટ મટીરીયલ માંથી કઈ રીતે ઉપયોગી વસ્તુઓ બનાવી શકાય તે છે.
વિધાર્થીઓના સ્ટાર્ટ અપ પ્લાન્સને વાચા આપવા ટેકનોપ્રોનિયર ઈવેન્ટનું આયોજન: ભવ્ય પટેલ
ગવેરનમેન્ટ એન્જિનિયરિંગ કોલેજના ઇલેક્ટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભવ્ય પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જીટીયુ સંલગ્ન થતી ઘણી અંતર્ગત તેઓએ ટેકનોપ્રોનિયર ઈવેન્ટમાં ભાગ લીધો છે આ એવેન્ટ અંતર્ગત વિદ્યાર્થીઓ કે આજે અલગ અલગ પ્રકારના સ્ટાર્ટઅપ્સ બજારમાં આવતા હોય છે ત્યારે ગુજરાતમાં સૌથી વધારે સ્ટાર્ટઅપ્સ આવી રહ્યા છે તેને સંલગ્ન વિદ્યાર્થીઓ પોતાના વિચારો રજુ કરીને મોડલ આપી શકે અને કોલેજમાંથી જ તે વિદ્યાર્થીઓને કાર્ય મળે આ ઇવેન્ટ વિશે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે પહેલા તેઓ ક્વિઝ અને પછી સ્ટાર્ટઅપનું ડિઝાઇન તેમજ વિદ્યાર્થીઓના સ્ટાર્ટ અપ આઈડિયાઝ આ ઇવેન્ટમાં આપવાના હોય છે આ તેઓ જીવનમાં કઈ રીતે વ્યવસાયિક રીતે ઉપયોગી નીવડે તે રીતે જયુરી સાથે ચર્ચા કરવાની રહેશે.