પ્રદુષણ ઘટાડવા માટે સ્માર્ટ સિટી રાજકોટમાં કોર્પોરેશન દ્વારા ૧૫૦ ઈલેકટ્રીક બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજથી બે દિવસ માટે બીઆરટીએસ અને સિટી બસના રૂટ ઉપર ઈલેકટ્રીક બસને ટેકનિકલી ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આજે સવારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીની સીધી જ દેખરેખમાં કાલાવડ રોડ સ્થિત ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતેથી આ ઈલેકટ્રીક બસનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે જેમાં અલગ-અલગ બે એજન્સીને બસનું ટ્રાયલ લેવામાં આવશે. બંને એજન્સીની બસ બે દિવસ દરમિયાન ૨૨૦ કિલોમીટરથી વધુ અંતર કાપી ટ્રાયલ આપશે.