રાહુલ ગુરૂવારે દિલ્હીથી કર્ણાટકના બે દિવસીય પ્રવાસ માટે રવાના થયા હતા. સ્પેશિયલ વિમાનમાં તેમના ઉપરાંત કૌશલ વિદ્યાર્થી અને ત્રણ અન્ય લોકો સવાર હતા. કૌશલ વિદ્યાર્થીએ પત્રમાં ડીજી અને આઇજીને કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ જે વિમાનમાં જઇ રહ્યા હતા, તેમાં ઘણીબધી ટેક્નીકલ ખામીઓ આવી ગઇ અને તે સામાન્ય ન હતી. કોંગ્રેસે કર્ણાટક પોલીસને પત્ર લખીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સ્પેશિયલ વિમાનમાં અચાનક આવેલી ટેક્નીકલ ખરાબીની ફરિયાદ કરી. પાર્ટીએ કહ્યું કે તેની તપાસ કરાવવામાં આવશે. રિપોર્ટ્સ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પછી રાહુલ ગાંધીને ફોન કર્યો અને તેમની તબિયતના હાલચાલ પૂછ્યા.
કૌશલે લખ્યું, હું સ્પેશિયલ વિમાનમાં VT-AVHથી ગુરૂવારે સવારે લગભગ 9.20 મિનિટ પર દિલ્હીથી હુબલી (કર્ણાટક) માટે રવાના થયો. ફ્લાઇટમાં મારી સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, એસપીજી ઓફિસર રામપ્રીત, રાહુલ રવિ અને રાહુલ ગૌતમ સવાર હતા. વિમાન લગભગ 11.45 વાગે હુબલી પહોંચવાનું હતું સવારે લગભગ 10.45 વાગે અચાનક વિમાન જમણી તરફ ઝૂકી ગયું અને ખરાબ રીતે ઝણઝણવા લાગ્યું. બહારનું હવામાન સામાન્ય અને સ્વચ્છ હતું, હવા પણ બહુ ઝડપી ન હતી. પ્લેનની એક તરફથી ઝણઝણાટનો અવાજ સ્પષ્ટપણે સાંભળી શકાતો હતો.
એ પણ જાણ થઇ કે વિમાનનું ઓટો પાયલટ કામ કરી રહ્યું ન હતું. વિમાનના લેન્ડિંગ માટે ત્રણ વાર કોશિશ કરવામાં આવી. ત્રીજી વારમાં સુરક્ષિત લેન્ડિંગ થઇ શક્યું. “વિમાને લગભગ 11.25 મિનિટે હુબલીમાં લેન્ડ કર્યું. આ દરમિયાન પણ વિમાનનું બોડી ઝણઝણી રહ્યું હતું અને વિચિત્ર પ્રકારના અવાજ આ દરમિયાન પણ સંભળાઇ રહ્યા હતા.આ ખરાબીએ આખી મુસાફરી દરમિયાન યાત્રીઓને ચિંતામાં નાખ્યા, તેમને નિરાશ કર્યા. બધાને સાચે જ પોતાના જીવનને લઇને ચિંતા થઇ ગઇ હતી. વિમાનના ક્રૂ મેમ્બર્સ પણ ડરેલા હતા અને તેમણે પણ કહ્યું કે યાત્રા ઘણી ડરામણી અને અસામાન્ય હતી.”વિમાનની શંકાસ્પદ અને ખામીઓ ભરેલી ફ્લાઇટથી એ સ્પષ્ટ થાય છે કે ઘટના સામાન્ય અથવા હવામાન સાથે સંકળાયેલી ન હતી. આ ટેક્નીકલ ખરાબીઓના કારણે થયું હતું. આ મામલે વિમાનની સાથે જાણીજોઇને ચેડાં કરવામાં આવ્યા હોય તે ગંભીર પ્રશ્નને અવગણી શકાય નહીં. આની તપાસ થવી જોઇએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com