એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીની 113 કોલેજોની ફી નક્કી કરવામાં આવી છે.
રાજ્યની સ્વનિર્ભર એન્જિનિયરિંગ અને ફાર્મસીની ફી નક્કી કરવા માટે રચાયેલી ફી રેગ્યુલેટરી કમિટીએ આજે વર્ષ 2017-18થી 2019-20ના 3 વર્ષની ફી જાહેર કરી છે. જેમાં 613 કોલેજોએ ફી અંગેની દરખાસ્ત કમિટી સમક્ષ રજૂ કરી હતી. જેમાં 39 કોલેજો બંધ થઈ ગઈ છે. જ્યારે 564 કોલેજોની ફી નક્કી કરવામાં આવી છે. એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીની 113 કોલેજોની ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે 212 કોલેજોની ફી વધી, જ્યારે માત્ર 19 કોલેજોની ફી ઘટી છે.