ફી ઓછી નક્કી કરાતા કોલેજો અપીલ માટે આવી છે

ટેકનિકલ કોલેજોની ફી નિર્ધારણ કમિટીના મેમ્બર જૈનિક વકિલ કહે છે આ વખતે અનેક કોલેજોએ માંગી હોય તેના કરતાં ઓછી ફી આપવામાં આવી છે. એટલે કે તોતિંગ ફી વધારો અપાયો નથી. જેના કારણે અનેક કોલેજો કમિટી સમક્ષ સૂનાવણીમાં આવવા દરખાસ્ત કરી હોવાથી વિલંબ થઇ રહ્યો છે. પરંતુ ટૂંક સમયમાં ફી જાહેર કરી દેવામાં આવશે.

રાજયની સ્વનિર્ભર સ્કૂલોની ફી નક્કી કરવા માટે પણ સરકાર દ્વારા ફી નિર્ધારણ કમિટીની રચના કરવામાં આવી છે.

સળંગ ત્રણ વખત જુદી જુદી મુદત પાડ્યા પછી પણ હજુસુધી સ્કૂલોની ફી જાહેર કરવામાં આવી નથી. સૂત્રો કહે છે ડિસેમ્બરમાં ચૂંટણી થવાની છે તે નક્કી હોવાથી સ્કૂલોની ફી જાહેર કરવાનું ટાળવામાં આવ્યું છે. આજ રીતે કોલેજના સંચાલકો પણ કહે છે ચૂંટણીના કારણે ટેકનિકલ કોલેજોની ફી જાહેર કરવામાં આવતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.