સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની ટેકફૈબ કંપની દ્વારા રાંધામાં આરઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કોર્પોરેટર સોશ્યલ રિસ્પોસીબીલીટી અંતર્ગત આરઓ ઉદઘાટન કાર્યક્રમનું આયોજન રાંધા ગ્રામ પંચાયતમાંજય કોપ કંપનીના સીએસઆર હેડ ડો. આર.બી. શિલ્કેના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતુ.

ટેકફૈબ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ સેલવાસના પ્રોજેકટ સેફ ડ્રિકિંગ વોટર ટુ ઓલ અંતર્ગતસીએસઆરની પહલ અંતર્ગત રાંધાપંચાયતમાં આરઓ પ્યુરીફીકેશન પ્લાન્ટ જેની ક્ષમતા ૫૦૦ લીટરપ્રતિ કલાકની છે. ૧૪ નંગનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના સભ્યો, ગ્રામીણો, સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષક બેંક કર્મચારી, આંગણવાડી શિક્ષક અને રાંધા ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. રાંધામાં આરઓ યુનિટથી લોકોને સુરક્ષીત પીવાલાયક પણીનો લાભ મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.