આજના આધુનિક યુગમાં અવનવા ટેક્નોલોજીકલ ઉપકરણો નો ઉપયોગ ખૂબ વધ્યો છે. જેનાથી આપણું વ્યવહારુ જીવન સરળ બન્યું છે. દિવસેને દિવસે વિવિધ ટેકનોલોજીયુક્ત પ્રોડક્ટ લોન્ચ થઇ રહી છે ત્યારે આ અઠવાડિયામાં પણ અત્યાધુનિક પ્રોડક્ટ માઇક્રોસોફ્ટ, સિયોમી અને સિસકા સહિતની કંપનીઓ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.

1) માઈક્રોસોફ્ટે લોન્ચ કર્યા સરફેસ બુક 3 અને ગો 2 લેપટોપ

Screenshot 3 18
માઈક્રોસોફ્ટે તેના સરફેસ લેપટોપ બુક 3 અને ગો 2 લેપટોપ લોન્ચ કર્યા છે. તેમાંથી સરફેસ ગો 2 તમામ યુઝર્સ માટે જ્યારે સરફેસ બુક 3 માત્ર કોમર્શિયલ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યા છે. જેની કિંમત અનુક્રમે 42,999 અને 1,56,299 છે.

2) સ્કૂલકેન્ડી દ્વારા ક્રશર ઇવો હેડફોન લોન્ચ

Screenshot 4 14
સ્કૂલકેન્ડી દ્વારા ક્રશર ઇવો હેડફોન લૉન્ચ કરવામાં આવ્યા છે. જેની કિંમત 12,999 છે. આ હેડફોનની ખાસિયત તેની બેટરી લાઈફ છે કે જે સરેરાશ ૪૦ કલાક સુધી રન કરવા સક્ષમ છે.

3) સિસકા દ્વારા BT 4070X બ્લુટુથ સ્પીકર લોન્ચ

Screenshot 6 8

સીસકા દ્વારા બીટી 4070X વાયરલેસ બ્લુટુથ સ્પીકર લોન્ચ કરાયા છે. તેની કિંમત 1499 રૂપિયા છે. જે HD બાસ અમે 4 વોટનું વોઇસ આઉટપુટ ધરાવે છે.

4) એપલ આઈમેસેજ જેવી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સેવા ગુગલ દ્વારા લોન્ચ

Screenshot 5 11

એપલ યુઝર્સને આઈ મેસેજમાં મળતી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનની સેવા હવે તેના પ્લેટફોર્મ પર લોન્ચ કરી છે.

5) સિયોમી દ્વારા mi33 સોનિક ચાર્જર-2 લોન્ચ

Screenshot 7 2

સિયોમી દ્વારા સોનિક ચાર્જર-2 લોન્ચ કરવામાં આવ્યું છે. જેની કિંમત 999 રૂપિયા છે. કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પરથી તેની ઓનલાઈન ખરીદી કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.