- Tech Knowledge : શું તમારું Wi-Fi રાઉટર આખી રાત ચાલુ રહે છે???
- બંધ રાખવાના 2 મોટા ફાયદા
રાત્રે વાઇફાઇ બંધ રાખવાના ફાયદા:
આજકાલ ઘણા લોકો વાઇફાઇનો ઉપયોગ કરી રહ્યા છે. કોરોના મહામારી પછી તેનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે. લોકો દિવસ-રાત વાઇફાઇ રાઉટર ચાલુ રાખે છે. પરંતુ રાત્રે રાઉટર બંધ કરવાથી 2 મોટા ફાયદા થાય છે. જો તમે તેને ચાલુ રાખશો, તો તમે તે બે ફાયદાઓથી વંચિત રહી જશો. તો ચાલો તેના વિષે વધુમાં જાણીએ…
ઇન્ટરનેટ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. બ્રોડબેન્ડ પ્લાનની કિંમતો પણ એટલી ઘટી ગઈ છે કે દરેકને ઘરે વાઇફાઇ ઇન્સ્ટોલ કરવાનું વધુ સારું લાગે છે. વાઇફાઇ દ્વારા અનલિમિટેડ ડેટા ઉપલબ્ધ છે, જેના કારણે સર્ફિંગમાં કોઈ વિક્ષેપ પડતો નથી.
ફોન પર ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે, ક્યારેક આપણે ડેટા બંધ કરી દઈએ છીએ, પરંતુ ઘરમાં ઇન્સ્ટોલ કરેલું વાઇફાઇ રાઉટર હંમેશા ચાલુ રહે છે. ઘરના બધા ઉપકરણો તેની સાથે જોડાયેલા રહે છે. પરંતુ વપરાશકર્તાઓ જાણતા નથી કે જ્યારે આપણે તેનો ઉપયોગ ન કરતા હોઈએ ત્યારે રાત્રે WiFi રાઉટર ચાલુ રાખવું કેટલું યોગ્ય છે. પરંતુ, આ વિશે ચોક્કસ જાણવું જોઈએ.
WiFi ચાલુ રાખીને સુવાથી થતા નુકશાન
બહુ ઓછા લોકો જાણતા હશે કે વાઇફાઇ આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે (WiFi impacts health). તેથી, જ્યારે તે ઉપયોગી ન હોય, ત્યારે આપણે તેને બંધ કરી દેવું જોઈએ. ખાસ કરીને રાત્રે જ્યારે આપણે સૂઈ જઈએ છીએ, ત્યારે સ્પષ્ટ છે કે કોઈ ઇન્ટરનેટનો ઉપયોગ કરતું નથી. આવી સ્થિતિમાં, સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન થાય તે માટે રાઉટર બંધ કરી દેવું જોઈએ.
વાઇફાઇનો વધુ પડતો સંપર્ક તમારી શીખવાની ક્ષમતાને ઘટાડી શકે છે. ઉપરાંત, તે તમારી ઊંઘમાં સમસ્યા ઊભી કરી શકે છે. આને કારણે, રાત્રે નોરેપીનેફ્રાઇનનો સ્ત્રાવ વધવાનું જોખમ પણ છે. આ સિવાય ખતરનાક વાત એ છે કે આના કારણે અલ્ઝાઈમરની સમસ્યાનો પણ ખતરો રહે છે.
બે ફાયદા
સ્લીપ સાયન્સ કોચ અને સ્લીપ સોસાયટીના સહ-સ્થાપક, ઇસાબેલા ગોર્ડન સલાહ આપે છે કે, રાત્રે તમારું Wi-Fi બંધ કરી દેવું જોઇએ. આના બે ફાયદા છે – પહેલું તો તે સારી ઊંઘ માટે જરૂરી છે, અને બીજું તમારા કનેક્શનને સુરક્ષિત રાખવા અને હેકિંગના જોખમને ઘટાડવા માટે રાત્રે WiFi બંધ કરવું સમજદારીભર્યું છે.