વિશ્વ વેપાર સંગઠન ભારત સાથે વાર્તાલાપ કરે તેવી શક્યતા
દેશની અર્થવ્યવસ્થા વિકસિત બનાવવા સરકારનો મુખ્ય લક્ષ્ય એ છે કે આયાત ઉપર નિયંત્રણ લાદવામાં આવે અને વધુને વધુ નિકાસ ને વેગવંતુ બનાવાય. જે વાતને ધ્યાને લઈ ભારતે પર્સનલ કોમ્પ્યુટર અને લેપટોપની આયાતમાં નિયંત્રણ મુક્યા બાદ કેમેરા, પ્રિન્ટર, હાર્ડ ડિસ્ક, ટેલિફોનિક અને ટેલિગ્રાફિક ઉપકરણોની આયાત ઉપર પણ નિયંત્રણો મુક્યા છે. ભારત આયાત શુલ્ક વસૂલ કરી શકતું નથી. આઇટીએ-1માં એવા અંતિમ ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમની જથ્થાબંધ આયાત ચિંતાનું કારણ છે.
ઇન્ટિગ્રેટેડ સર્કિટ, કમ્પ્યુટર્સ, ટેલિકોમ સાધનો, સેમિકન્ડક્ટર્સ, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, એમ્પ્લીફાયર અને ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ, સોફ્ટવેર અને સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ સહિત ઘણા ઉચ્ચ-તકનીકી માલસામાનને આવરી લે છે. ચિપ્સ અને ડિસ્પ્લે સૌથી મોંઘા ઉત્પાદનો છે અને તેમના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. તબીબી ઉપકરણો એ બીજું ક્ષેત્ર છે,એક અધિકારીએ જણાવ્યું હતું. પ્રિન્ટર, કીબોર્ડ, હાર્ડ ડિસ્ક અને સ્કેનરની આયાતનો પણ સ્થાનિક ઉત્પાદનની શક્યતા છે કે કેમ તે જોવા માટે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ડ્યુટી-ફ્રી આવતા માલની આયાતને નિયંત્રિત કરવા માંગે છે. તેઓ ભવિષ્યમાં વિશ્વ વેપાર સંગઠનમાં કોઈપણ સંભવિત વિવાદો માટે આધાર બનાવી રહ્યા છે, એક ઉદ્યોગ પ્રતિનિધિએ જણાવ્યું હતું અને શિપિંગ માટે આયાત લાઇસન્સ જરૂરી કર્યું હતું.
ત્યારે ભારત સરકાર દ્વારા લાદવામાં આવેલા આયાત નિયંત્રણ ને ધ્યાને લઈ એપલ, ઇન્ટેલ, ગુગલ, લીનોવો જેવી ઇલેક્ટ્રોનિક ઉત્પાદન કરતી કંપનીઓ યુએસ પાસે મદદની ગુહાર લગાવી છે અને કહ્યું છે કે ભારત જે રીતે ઈમ્પોર્ટ લાઈસન્સ ની માંગણી કરે છે તે વિતરણ માટે ઘણી અગવડતા ઉભી કરશે. ત્યારે તે પણ ભારત સાથે આ મુદ્દે વાર્તાલાપ કરે તેવી સંભાવના છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નું સભ્ય હોવાના કારણે જિમપોર્ટ લાઇસન્સ ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ પર ફરજિયાત કરાવવામાં આવ્યું છે તેનાથી ભારતે નિયમનો ભંગ કર્યો હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે.