ફિલિપાઇન્સથી એમબીબીએસ કરીને આવ્યા બાદ દેવદર્શને જતા રસ્તામાં જ કાળના ભેટો થઈ જતા પઢિયાર પરિવારમાં જુવાનજોધ લાડકવાયાના અચાનક અવસાનથી ઘેરો શોકની લાગણી: નાની બહેને અગ્નિદાહ આપતા કરૂણ દ્રશ્યો સર્જાયા
પઢીયાર પરિવારના નિવાસસ્થાન “પ્રભુ પ્રસાદ” ખાતેથી નીકળેલી અંતિમ યાત્રામાં સાંસદ, ધારાસભ્યો, મેયર અને જ્ઞાતિજનો વિશાળ સંખ્યામાં જોડાયા
જુનાગઢ ભાજપના પ્રદેશ અગ્રણી અને પૂર્વ મંત્રી સ્વ નરસિંહભાઈ પઢિયાર ના પરિવાર પર આભ તૂટી પડયું હોય તેમ નારસીભાઇ ના પુત્ર યોગેન્દ્રસિંહ ભાઈના એક લોતા પુત્ર ડોક્ટર મિલાપસિંહ પઢીયાર નું તારીખ 18 ના રોજ રાજસ્થાન ઉદયપુર થી 70કિલોમીટર દૂર ચારધામની યાત્રા દરમિયાન અકસ્માતમાં મૃત્યુ નિપજતા પઢિયાર પરિવાર અને જૂનાગઢના જાહેર જીવનમાં ભારે શોક છવાયો હતો, યોગેન્દ્રસિંહ ભાઈ પઢિયાર ના પુત્ર ફિલીપાઇન્સ ખાતેથી એમબીબીએસની ડિગ્રી લઈ અમદાવાદ બી.જે.મેડિકલ કોલેજમાં ઈન્ટરશીપ માં જોડાયા હતા અને ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા શરૂ થતા ડોક્ટર મિલાપસિંહ પઢિયાર અને તેમના ત્રણ મિત્રોમોટર લઈ તારીખ 17 ના રોજ ચારધામની યાત્રાએ જવા નીકળ્યા હતા અને રાજસ્થાન સરહદ પાર કરી ઉદયપુર થી 70 કિલોમીટર દૂર પહોંચ્યા હતા ત્યારે પાછળથી સ્કોર્પિયો ગાડી એ ધડાકાભેર અકસ્માત સર્જતા મિલાપ સિંહ હાને માથામાં સામાન્ય ઈજા થઈ હતી અને તેમના ત્રણ મિત્રોને શરીરમાં સામાન્ય ઈજા થઈ હતી અકસ્માતની જાણ પરિવારજનોને કર્યા બાદ એકાએક માથામાં દુખાવો અને ચક્કર સાથે વોમિટિંગ શરૂ થઈ હતી અને ડોક્ટર મિલાપ સિંહનું મૃત્યુ નીપજયું હતું.
રાજસ્થાનમાં સર્જાયેલઅકસ્માતની કરૂણ ઘટનાની જાણ પરિવાર અને જૂનાગઢમાં થતા કાળો કલ્પાંત મચી ગયો હતો યોગીભાઈ પઢિયાર પરિવાર માં મિલાપ સિંહ એક લોતા પુત્ર અને એક દીકરી હોય મોટા દીકરાનું 22 વર્ષે જઅકાળે મૃત્યુ નિપજતા પઢિયાર પરિવાર પર આભ તૂટી પડયું હતું આજે સવારે યોગી ભાઈ પઢિયાર ના મોતીબાગ પાસે આવેલા નિવાસસ્થાન “પ્રભુ પ્રસાદ” ખાતેથી મિલાપ સિંહ ની અંતિમ યાત્રા શરૂ થય ત્યારે જાણે કે આંસુઓ નો દરિયો ઉમટી પડ્યો હોય પણ ડૂસકાં સુકાઈ ગયા હોય તેમ કોણ કોને સાંત્વના આપે? તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી એકમાત્ર જુવાનજોધ પુત્ર ના ના અવસાનથી યોગી ભાઈ પઢિયાર અને પરિવાર પ ડી ભાંગ્યું હતું
સામાજિક પરંપરા મુજબ પરંપરા મુજબ મિલાપ સિંહને પિતાની હાજરીમાંબહેન દ્વારા મુખાગ્નિ આપવામાં આવી હતી સવારે મોતીબાગ પાસે થી શરૂ થયેલી અંતિમયાત્રામાં સામાજિક રાજકીય આગેવાનો ધારાસભ્ય સંસદસભ્ય મૈયર દરેકના આગેવાનો અને કારડીયા સમાજ ના પરિજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા