તમામ ખેલાડી અને સાથે જોડાયેલા સ્ટાફના તબીબી પરીક્ષણ કરાયા બાદ જ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ શકશે
ખેલાડીઓને કોરોનાથી બચાવવા માટે બાયોસિક્યોરીટી વાતાવરણને લઈ કડક નિયમો ઘડી કઢાયા, ટ્રેનિંગમાં જોડાતા પહેલા સાત દિવસ ક્વોરેન્ટાઈન રહેવું પડશે
આઇપીએલ-૧૩નો ૧૯ દિવસ બાદ ગલ્ફના દેશોમાં પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આઇપીએલમાં ભાગ લેતી તમામ ટીમના ખેલાડી અને તેની સાથે જોડાયેલા સ્પોર્ટ સ્ટાફને આઇસોલેશન કરી છ દિવસ સુધી જુદા જુદા તબીબી પરિક્ષણ કર્યા બાદ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની છુટ આપવામાં આવનાર હોવાથી તમામ ટીમના ખેલાડીઓ ચાર્ટડ પ્લેન દ્વારા દુબઇ પહોચ્યા છે.
કોરોનાના કારણે ભારતમાં રમાતી આઇપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટ રદ થતા આઇપીએલ-૧૩ રમાડવા માટે ગલ્ફના દેશોની પસંગી કરવામાં આવી છે. આઇપીએલ-૧૩ ૧૯મીથી શરૂ થઇ રહી છે.
કોરોના મહામારી વચ્ચે આગામી ૧૯ સપ્ટેમ્બર થી ૧૦ નવેમ્બર સુધી યુએઈમાં રમાનાર આઈપીએલ માટે કાળજી લેવાઈ રહી છે. આગામી પાંચ દિવસની અંદર અલગ અલગ ૬ ટેસ્ટ ખેલાડીઓના કરવામાં આવશે. શુક્રવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ પણ યુએઈ માટે રવાના થશે. ઓસ્ટ્રેલીયા અને ઈંગ્લેન્ડ શ્રેણીના કારણે રાજસ્થાન ટીમના કેપ્ટન સ્ટીવ સ્મીથ, બેન સ્ટોક, જોસ બટલર અને જોફરા આર્ચર શરૂઆતના ૧૦ દિવસ સુધી ટૂર્નામેન્ટ રમશે નહીં.
યુએઈમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ટ્રેનિંગમાં જોડાતા પહેલા સાત દિવસ માટે કવોરન્ટાઈન રહેવું પડશે. આ સમય દરમિયાન કોઈપણ ખેલાડી કે સ્ટાફ એકબીજાને હોટલમાં મળી શકશે નહીં. આ દરમિયાન દરેકનો પ્રથમ, ત્રીજા અને છઠ્ઠા દિવસે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ત્રણ નેગેટીવ રિપોર્ટ બાદ જ બાયોસિક્યોરીટી વાળા વાતાવરણમાં એન્ટ્રી અપાશે. ટૂર્નામેન્ટમાં દર પાંચમાં દિવસે ખેલાડીઓ અને સ્ટાફનો કોરોના રિપોર્ટ થશે.
બીસીસીઆઈએ ખેલાડીઓ અને સ્ટાફ સહિત દરેકને કડક ચેતવણી આપી છે કે, ભુલથી પણ બાયોસિક્યોરીટી વાતાવરણમાં નિયમો તોડવા નહીં. બાયો સિક્યોરીટીનું ઉલ્લંઘન કરનારને ૭ દિવસ માટે કવોરન્ટાઈન રહેવું પડશે. છઠ્ા અને સાતમાં દિવસે કોરોના ટેસ્ટ થશે. રિપોર્ટ નેગેટીવ આવ્યા પછી જ તેઓ બાયો સુરક્ષીત વાતાવરણમાં પાછા આવી શકશે.