વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરિઝમાં ધોનીને આરામ
ગઇકાલે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-ર૦ સીરીઝ અને ઓસ્ટ્રેલીયા ટુરની ટીમ જાહેર કરવામાં આવી હતી જેમાં ભારતીય ક્રિકેટના દિગ્ગજ એવા મહેન્દ્રસિંહ ધોનીને આરામ આપવામાં આવ્યો છે. જો કે શુક્રવારે ઓસ્ટ્રેલીયા ટુરની ટીમમાં શિખર ધવનનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે ટીમના સિલેકટર એમએસકે પ્રસાદે કહ્યું હતું કે ટી-ર૦ આંતરરાષ્ટ્રીટ મેચમાં ધોનીના કેરીયરનો અંત નથી આવ્યો. વધુમાં તેમણે કહ્યું કે, વિકેટ કીપરના વિકલ્પની પુર્તી માટે ઋષભ પંત અને દિનેશ કાર્તિકને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તો તેમને બેટીંગની પણ તકો મળી રહેશે.
૩૭ વર્ષીય ધોનીએ ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ટીર-૦ મેચો રમી છે. ધોનીએ કુલ ૧૦૪ ટી-ર૦ મેચો રમી છે. જેમાંથી ૯૩ મેચોએ ધોનીનો સાથ રહ્યો હતો. જેને કપ્તાનીમાં ૨૦૦૭માં ભારતે પ્રથમ વર્લ્ડ કપ ટી-ર૦ જીત્યો હતો. ત્યારે આ ટી-ર૦ સીરીઝમાં ધોનીને આરામ આપવામાં આવ્યો છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-ર૦ સિરિઝ માટે
રોહીત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, દિનેશ કાર્તિક, મનીષ પાંડે, શ્રેયસ અય્યર, ઋષભ પંત, કુનાલ પંડયા, વોશિંગટન સુંદર, યુઝર્વેદ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, અખીલ અહેમદ, ઉમેશ યાદવ, શહબાજ નદીમ
ઓસ્ટ્રેલિયા ટૂરમાં ટીમ ઇન્ડિયા
વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન,કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, ઋષભ પંત, કુદલીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, અલીલ અહમદ
ટેસ્ટ સિરિઝ માટેની ટીમ ઇન્ડિયા
વિરાટ કોહલી, એમ. વિજય, કે.એલ. રાહલ, પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા, અઝિંકય રહાણે, હનુમા વિહારી, રોહિત શર્મા, ઋષભ પંત, પાર્થિક પટેલ, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર