પીવી સિંધુ, મેરિકોમ, અમિત પંઘાલ, બજરંગ પુનિયા પર વધુમાં વધુ પદકો જીતવાની જવાબદારી
આ વર્ષે ખેલાડી પીવી સિંધૂ, મુક્કેબાજ એમસી મેરીકોમ, અમિત પંઘાલ, પહેલવાન બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ, ભાલા ફેંક નીરજ ચોપડા અને નિશાનેબાદીમાં મનુ ભાકર પર સમગ્ર દેશની નજર રહેશે.
ટોક્યો ઓલિમ્પિક 2020-21નું કાઉન્ટડાઉન શરુ થઈ ચૂક્યુ છે. રમતના આ મહાકુંભમાં પોતાની પ્રતિભા દેખાડવા માટે ભારતીય દળ સંપૂર્ણ રીતે તૈયાર થયું છે. આ વર્ષે ભારતીય દળ મજબૂત દેખાઈ રહ્યું છે. ભારત તરફથી આ વર્ષે 126 ખેલાડીઓનું દળ ઓલિમ્પિકમાં જઈ રહ્યું છે ઓલિમ્પિકમાં ભારતથી મોકલવામાં આવનારુ આ સૌથી મોટુ દળ છે. ભારત આ વર્ષે 18 રમતો અને 69 પ્રતિસ્પર્ધાઓમાં ભાગ લેશે. આ પહેલો મોકો હશે જ્યારે ભારત આટલી મોટી સંખ્યામાં અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લેશે.
ભારતીય ખેલાડીઓની પહેલી ટૂકડી 17 જૂલાઈ સુધી ટોક્યો જવા રવાના થશે. આ વર્ષે ખેલાડી પીવી સિંધૂ, મુક્કેબાજ એમસી મેરીકોમ, અમિત પંઘાલ, પહેલવાન બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ, ભાલા ફેંક નીરજ ચોપડા અને નિશાનેબાદીમાં મનુ ભાકર પર સમગ્ર દેશની નજર રહેશે. આ સિવાય ભારતીય હૉકી ટીમ પણ પદકની પ્રબળ દાવેદાર છે.
1896માં ગ્રીસમાં આધુનિક ઓલિમ્પિક રમતની શરુઆત થઈ હતી. વર્ષ 1900ના પેરિસ ઓલિમ્પિકમાં નાર્મન પિચાર્ડે બ્રિટિશ શાસનવાળા ભારત માટે રમતમાં ભાગ લીધો હતો. તેમણે પુરુષોના 200 મીટર તથા 200 મીટર બાધા દોડમાં રજત પદક જીત્યો.
ઓલિમ્પિક ઈતિહાસકાર પિચાર્ડના પ્રદર્શનને ભારતના પદકો માટે સામેલ નથી કરતા કારણ કે બ્રિટન પણ દાવો કરી ચૂક્યુ છે કે પિચાર્ડે ઓલિમ્પિકમાં તેમના તરફથી ભાગ લીધો હતો. જો કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના રેકોર્ડમાં પિચાર્ડે પેરિસમાં જીતેલા બંને સિલ્વર મેડલ ભારતના નામ પર રેકોર્ડ કર્યા છે.
ફેડરર ટોક્યો ઓલમ્પિકમાંથી “આઉટ”!!!
પેરિસ બાદ ભારત પછીના 3 ઓલિમ્પિકમાં ભાગ ન લઈ શક્યુ. સર દોરાબજી ટાટા અને બોમ્બેના ગવર્નર જ્યોર્જ લોયડે પોતાના અથાક પ્રયાસથી ભારતને આઈઓસીનું સભ્ય પદ અપાવ્યુ. ત્યારબાદ ભારતે વર્ષ 1920માં એન્ટવર્પ ઓલિમ્પિકમાં પહેલી વાર ઓફિશિયલી પોતાની ટીમ મોકલી આ વર્ષે ભારતે 6 ખેલાડીઓના દળને મોકલ્યુ હતુ.
જ્યારે 1924માં ભારત તરફથી 15 ખેલાડીઓના ઓલિમ્પિકમાં ભાગ લીધો. 2016ના રિયો ઓલિમ્પિકમાં 118 ખેલાડીઓએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. આ વર્ષે 126 ખેલાડીઓનું દળ ઓલિમ્પિકમાં જઇ રહ્યુ છે.
વડાપ્રધાન મોદીએ ખેલાડીઓ સાથે વર્ચ્યુલી વાત કરી ઉત્સાહ વધાર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે 23 જુલાઇથી શરૂ થનાર ઓલમ્પિક રમતોત્સવમાં ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન આપવા વર્ચ્યુઅલ વાતચીત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને ખેલાડીઓ સાથે તેમની મુસાફરી, સંઘર્ષો વિશે વાત કરી હતી અને ઓલમ્પિક રમતોત્સવ માટે શુભેચ્છાઓ પણ આપી હતી.
મોદીએ ખેલાડીઓને કહ્યું કે તેઓને અપેક્ષાઓના ભાર હેઠળ દબાવવું જ જોઈએ અને પોતાનું 100 ટકા યોગદાન આપવું જોઈએ. આ વાતચીતમાં નવા ખેલ મંત્રી અનુરાગ ઠાકુર, રમત ગમત રાજ્યમંત્રી નિસિથ પ્રમાણીક, ભૂતપૂર્વ ખેલ પ્રધાન કિરેન રિજિજુ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ નરિન્દર બત્રા ઉપરાંત ઘણા ખેલાડીઓના માતા-પિતા પણ હાજર રહ્યા હતા.આ વાતચીત પછી ખેલાડીઓએ તેમના પ્રેરણાદાયી શબ્દો વડાપ્રધાનનો આભાર માન્યો છે.