- એમ્બ્યુલન્સની વ્યુહાત્મક ગોઠવણી સાથે કોલ સેન્ટર અને ફીલ્ડના કર્મચારીઓ ખડેપગે રહેશે
ગુજરાત દિવાળીના ઉત્સવની ધામધૂમથી ઉજવણી માટે તૈયાર છે. દિવાળીના તહેવારનો ઉમંગ ત્રણ મુખ્ય દિવસો પર કેન્દ્રિત છે: દિવાળી, ગુજરાતી નવું વર્ષ અને ભાઈબીજ. ગુજરાત સરકારના 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા આ દિવસોમાં રાજ્યભરમાં આપતકાલીન બનાવો બનવાની સંભાવના અંગે આગોતરૂં આયોજન કરાયું છે.
જે મુજબ આ વર્ષે દિવાળી પર 4618 (સામાન્ય દિવસોની સરખામણીએ 2.53% વધારે), નવા વર્ષના દિવસે 5231 (સામાન્ય દિવસોની સરખામણીએ 16.14% વધારે) અને ભાઈબીજ પર 5093 (સામાન્ય દિવસોની સરખામણીએ 13.08% વધારે) અકસ્માતોની શકયતા દર્શવાઇ છે. રોડ અકસ્માત દિવાળીએ 795, નવા વર્ષના દિવસે 1123 અને ભાઈબીજ પર 717, શારીરિક હુમલાઓ દિવાળીએ 299, નવા વર્ષના દિવસે 287 અને ભાઈબીજ પર 183, પડી જવાથી ઇજા દિવાળીએ 228, નવા વર્ષના દિવસે 238 અને ભાઈબીજ પર 227, દાઝવાના કેસ દિવાળીએ 23, નવા વર્ષના દિવસે 13 અને ભાઈબીજ પર 10 ઘટના બનવાની શકયતા છે.
108 ટીમ ઈમરજન્સી કોલ વોલ્યુમના આ સંભવિત વધારાની પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. એમ્બ્યુલન્સની વ્યુહાત્મક ગોઠવણીની વ્યવસ્થા ઘડવામાં આવી છે. જેથી, આપતકાલીન સેવાઓ ઝડપથી ઉપલબ્ધ થાય. તહેવાર દરમિયાન કોલ સેન્ટર અને ફીલ્ડ સ્ટાફના મોટા ભાગના કર્મચારીઓ ફરજ પર રહેશે અને ઓછામાં ઓછી રજાઓ મંજૂર કરવામાં આવશે. સુપરવાઈઝરી સ્ટાફ 24ડ્ઢ7 ઉપલબ્ધ રહેશે. જેથી, હોસ્પિટલ અને ફીલ્ડ ઓપરેશન વચ્ચે સુમેળ અને સંકલન જળવાઈ રહે.
આ સરળ પગલાં આપતકાલીન પરિસ્થિતિઓને ટાળવામાં મદદરૂપ થશે. જો આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય, તો તરત જ 108 પર સંપર્ક કરીને કોઈપણ નાગરિક 24ડ્ઢ7 તાત્કાલિક મદદ મેળવી શકે છે. 108-ઈ.એમ.એસ.ની ટીમ તહેવાર દરમિયાન નાગરિકોની સલામતી અને આરોગ્ય માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. સુરક્ષિત અને સુખદ દિવાળીની શુભકામનાઓ!