શ્રેયસ ઐય્યરે સતત ત્રીજા મેચમાં ફિફટી ફટકારી: ભારતે શ્રી લંકાને ક્લીન સ્વીપ કરી
અબતક, ધરમશાળા
ભારતે ત્રીજી ટી-20 મેચમાં શ્રીલંકાને 6 વિકેટથી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા સામે ૧૪૭ રનનો ટાર્ગેટ હતો, જેને એકતરફા અંદાજે ૧૯ બોલ પહેલા 4 વિકેટ ગુમાવીને ટીમે ચેઝ કરી લીધો છે. શ્રેયસ અય્યર ટી-20 સિરીઝની ત્રણેય મેચમાં ફિફ્ટી ફટકારી આ મેચનો (69) ટોપ સ્કોરર રહ્યો હતો. તમને જણાવી દઈએ કે ભારતે સતત ૧૨મી જીત સાથે આ ફોર્મેટમાં અફઘાનિસ્તાનના સૌથી વધુ જીતના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
147 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ઈન્ડિયન ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત ફરીથી ઓછા સ્કોરમાં પેવેલિયન ભેગો થઈ ગયો હતો. જોકે તેની પહેલા રોહિતને એક જીવનદાન મળ્યું હતું.
પહેલા બેટિંગ કરતા શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી અને પહેલી ઓવરમાં જ ઈન્ડિયન ટીમે શાનદાર બોલિંગ કરી હતી. ઈનિંગની પહેલી ઓવરમાં જ મોહમ્મદ સિરાજે દનુષ્કા ગુણથિલકાને બોલ્ડ કરી દીધો હતો. તેની બીજી ઓવરમાં જ આવેશ ખાને ગત મેચના હિરો પાથુમ નિસાંકા ૧રને આઉટ કર્યો હતો. એટલું જ નહીં આવેશે ત્યારપછી ચરિથ અસલંકા 4 રને વિકેટ લેતાની સાથે જ શ્રીલંકાના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી.
શ્રીલંકા વિરૂદ્ધ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ અને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 6 ટી-20 મેચ રમી અને દરેક મેચમાં રોહિત એન્ડ ટીમે જીત દાખવી છે. જોકે સતત ૨ ટી-20 માં મળેલી હાર પછી શ્રીલંકા બાઉન્સ બેક કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતે શનિવારે બીજી ટી-20 મેચમાં શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું હતું. જ્યારે પહેલી મેચમાં શ્રીલંકાને 62 રનથી હરાવ્યું હતું.