સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત કિકેટ સ્ટેડિયમ ખાતે આગામી 17મી જૂને રમાનારી પાંચ શ્રેણીની ચોથી ટી.20 મેચ રમવા માટે આજે બપોરે ભારત અને સાઉથ આફ્રિકાની ટીમનું રાજકોટમાં આગમન થઇ ચુક્યું છે.
રાજકોટની મેચમાં શ્રેણી સરભર કરવાના બૂલંદ ઈરાદા સાથે રિષભ સેના મેદાનમાં ઉતરશે. રતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી હોટલ સયાજીમાં પહોંચી છે. જ્યારે આફ્રિકાની ટીમ હોટલ ફોર્ચ્યુનમાં રોકાવાની છે. અગાઉ પણ 2015 માં આફ્રિકા ટિમ આજ હોટેલમાં રોકાઇ ચુકી છે. સાઉથ આફ્રિકાની ટીમ 7 વર્ષ બાદ બીજી વખત હોટેલ ફોર્ચ્યુનમાં રોકવાની છે.
ટીમના આગમન માટે ખાસ તૈયારીઓ કરી લેવામાં આવી છે. હોટેલ દ્વારા આફ્રિકી ખેલાડીઓના વિશાળ પોસ્ટર પણ હોટેલની અંદર-બહાર લગાવાયા છે. તો આફ્રિકી ટીમના કેપ્ટન ટેમ્બા બાવુમાને હોટેલના આઠમા માળે પ્રેસિડેન્શીયલ રૂમ આપવામાં આવ્યા છે. અહીં તમામ ખેલાડીઓને 100 એમબીપીએસની ઈન્ટરનેટ સ્પીડ ઉપરાંત જીમ, સ્વિમિંગ પુલ, સ્પા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત આફ્રિકી ખેલાડીઓને ત્યાંની સ્પેશ્યલ રુઈ બુશ ટી સાથે ગુજરાતી ખાણું ઢોકળા-ગાઠીંયા પણ પીરસવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.