આઈસીસીના નિયમ પ્રમાણે, જયારે 2 ટીમોનો મુકાબલો હોય અને તેમની જર્સીનો કલર એક જેવો હોય તો મહેમાન ટીમ અલ્ટર્નેટ કલરની જર્સીમાં રમશે

ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાની સાતમી મેચમાં ઉતરશે ત્યારે તે હંમેશાની જેમ વાદળી રંગની જર્સીમાં જોવા નહીં મળે. ભારતીય ટીમ 30 જૂનનાં એજબેસ્ટનમાં યજમાન ઇંગ્લેન્ડ સામે રમાવામાં આવનાર પોતાની મેચમાં ભગવા રંગની જર્સી પહેરીને ઉતરશે. આવામાં લોકોને પણ પ્રશ્ન હશે કે શા માટે એક જ ટૂર્નામેન્ટમાં અલગ-અલગ જર્સીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ભારતની જર્સીનાં આ રંગને કોણે પસંદ કર્યો?

આઈસીસીએ જણાવ્યું કે, “બીસીસીઆઈને રંગનાં વિકલ્પ આપવામાં આવ્યા હતા અને તેમણે એ પસંદ કર્યો જે તેમને સૌથી સારો લાગ્યો. આવુ એ માટે થઈ રહ્યું છે જેથી બે ટીમો મેદાન પર અલગ જોવા મળે, કેમકે ઇંગ્લેન્ડ પણ ભારતની જેમ વાદળી રંગની જર્સી પહેરીને રમી રહી છે. ભારતે અલગ દેખાવા માટે બીજો રંગ પસંદ કરવો પડ્યો.”

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.