ઉમેશ યાદવ આગામી ઓસ્ટ્રેલીયા શ્રેણીમાં હિરો બનશે: વિરાટ

ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને બીજી ટેસ્ટમાં પણ ૧૦ વિકેટથી હરાવી દીધુ છે. ત્યારે મહેમાન ટીમે જીત માટે ૭૨ રનનું સરળ લક્ષ્ય આપ્યું હતું જેને ટીમ ઈન્ડિયા (૧૬.૧) ઓવરમાં પૃથ્વી શોના અણનમ ૩૩ અને લોકેશ રાહુલના ૩૩ રનની મદદથી એકપણ વિકેટ ગુમાવ્યા વિના લક્ષ્ય પાર કર્યું હતું. પૃથ્વી શોએ વિજય ચોકકો ફટકાર્યો હતો. આ રીતે ભારતીય ટીમે બે મેચોની સીરીઝમાં ૨-૦થી એક તરફી જીત મેળવી છે.

ટીમ ઈન્ડિયા રાજકોટ ટેસ્ટમાં વિન્ડિઝ ટીમને ઈનીંગ અને ૨૭૨ રને હરાવી હતી. ઉમેશ યાદવે બીજી ઈનીંગમાં ૪ અને ટેસ્ટમાં કુલ ૧૦ વિકેટ ઝડપી મેન ઓફ ધ મેચનો ખીતાબ પણ મેળવ્યો હતો. જયારે જાડેજાએ અસરકારક પ્રદર્શન આપતા માત્ર ૧૨ રન આપીને ત્રણ બેટ્સમેનને પેવેલીયન ભેગા કર્યા હતા.

વિન્ડિઝની ટીમ બીજી ઈનીંગમાં માત્ર ૧૨૭ રનમાં ઓલઆઉટ થઈ હતી. આ સાથે ભારતે ભારતીય મેદાન પર સતત ૧૦મી ટેસ્ટ સીરીઝ જીતી છે. ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર એવા ઉમેશ યાદવે ૪૫માં ૪ અને રવિન્દ્ર જાડેજાએ ૧૨માં ૩ની ઘાતક બોલીંગથી ટીમ વિન્ડિઝની બીજી ઈનીંગ ૧૨૭માં સંકેલાઈ હતી.

ઉમેશ યાદવ અને જાડેજા ઉપરાંત અશ્ર્વિને બે વિકેટ ઝડપી જયારે એક વિકેટ કુલદિપ યાદવને મળી હતી. પહેલી ઈનીંગમાં ઉમેશ યાદવે ૮૮ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી જે તેના ટેસ્ટ કેરીયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. જયારે બીજી ઈનીંગમાં ૪૫ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી.

વિરાટ કોહલીએ ઉમેશ યાદવની આક્રમક બોલીંગની સરાહના કરી હતી અને કહ્યું હતું કે, આગામી ઓસ્ટ્રેલીયા શ્રેણીમાં ઉમેશ યાદવ હિરો બનશે. તેનું પરર્ફોમન્સ સતત સુધરી રહ્યું છે અને ટીમ ઈન્ડિયા માટે ખાસ વર્લ્ડ કપની તૈયારી માટે આ ખૂબજ સારી બાબત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.