વન ડે, ટેસ્ટ અને ટી-૨૦ સિરીઝ રમશે
હાલ આઈપીએલની સીઝન શરૂ છે ત્યારે બીસીસીઆઈ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો છે જેમાં નવેમ્બર માસમાં આઈપીએલ પૂર્ણ કરી ભારતીય વિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસ દરમિયાન ત્રણ વન-ડે, ટેસ્ટ સીરીઝ અને ત્રણ ટી-૨૦ રમવા જઈ રહી છે જેમાં પ્રથમ ટેસ્ટ ૧૭ ઓકટોબરના રોજ એડિલેડ ખાતે રમાશે જયારે ૨૬મી ડિસેમ્બરના રોજ મેલબર્ન ખાતે પીંક બોલ ડે-નાઈટ ટેસ્ટ રમાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આઈપીએલ પુરો કરી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ૧૪ દિવસનો કોરોન્ટાઈન સમય વિતાવ્યા બાદ પ્રેકટીસ ઉપર હાથ અજમાવશે.
કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ હાલ પ્રેક્ષકોમાં જે આનંદ જોવા મળતો હતો તેમાં અનેકઅંશે અભાવ જોવા મળશે. બીજી તરફ બીજા અને ત્રીજા ટેસ્ટ વચ્ચે એક સપ્તાહનો સમય રાખવાની પણ ભલામણ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ફાઈનલ ટેસ્ટ બ્રિઝબ્રેઈન ખાતે ૧૫ જાન્યુઆરીના રોજ રમાશે. હાલ ભારતીય ટીમનો જે પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો છે તેમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે ટેસ્ટ મેચ પૂર્વે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ૩ વન-ડે મેચ બ્રિઝબ્રેઈન ખાતે રમશે ત્યારબાદ ટી-૨૦ મેચ પણ એડિલેડ ખાતે રમાશે. બીસીસીઆઈના સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આઈપીએલ પૂર્ણ થયા બાદ ચય્યન કરવામાં આવેલી ટીમ ઓસ્ટ્રેલિયા ખાતે સીરીઝ રમવા પહોંચશે. આશરે ૨૫ થી ૨૭ લોકોની ટીમ આઈપીએલ પૂર્ણ થયા બાદ ઓસ્ટ્રેલિયા ખાતે રવાના થશે.
હાલ આઈપીએલમાં ઘણા નવોદિત ખેલાડીઓ રમી રહ્યા છે ત્યારે એ વાતની પણ આશા છે કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેઓને પણ તક આપવામાં આવશે જયારે ખેલાડીઓનું સિલેકશન થશે તે સમયે જ ચિત્ર સ્પષ્ટ થાય પરંતુ નવોદિત ખેલાડીઓને તક અપાશે તે વાત હાલ સામે આવી રહી છે. કોરોના બાદ ટેસ્ટ સીરીઝમાં પ્રથમ વખત પીંક બોલ મેચ હોવાના કારણે ખેલાડીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળે છે.