ઓસ્ટ્રેલીયા વિરુધ્ધ 4-1થી સીરિઝ જીત્યા બાદ BCCIએ ટી-20 માટે ટિમ નું એલાન કરી દીધું છે. ટિમ ઈન્ડિયા ઓસ્ટ્રેલીયા વિરુધ્ધ 3 ટી-20 મેચ રમશે. ટીમ ઈન્ડિયા માં ઘણા ચોકાવનારા નામ આવ્યા છે અને ઘણા ખિલાડીઓને બહાર નો રસ્તો દેખાડવામાં આવ્યો છે.આ વખતે ટીમ ઈન્ડિયામાં ત્રણ નવા ખિલાડીઓની એન્ટ્રી કરવામાં આવી છે. 7 ઓક્ટોમ્બર થી 13 ઓક્ટોમ્બર સુધી ઓસ્ટ્રેલીયા વિરુધ્ધ ટિમ ઈન્ડિયા ત્રણ ટી-20 મેચ રમશે. વનડેમાં પોતાનું શાનદાર પ્રદશન આપનાર અજિંક્ય રહાણેને ટી-20 માઠી બહાર નો રસ્તો દેખાડવામાં આવ્યો છે અને તેમની જ્ગ્યા શિખર ધવન ને આપવામાં આવી છે.
અજિંક્ય રહાણેએ ઓસ્ટ્રેલીયા વિરુધ્ધ 5 વનડેમાં રમતા 244 રન બનાવ્યા હતા.જેમાંથી 4 અર્ધશતક શ્મઇલ છે.પોતાની પત્નીની સારવાર કરવી રહેલા શિખર ધવન અને ટિમ માઠી અંદર –બહાર થઈ રહેલા દિનેશ કાર્તિકને એક વાર ફરીથી ટિમમાં શામિલ કરવામાં આવ્યું છે.
15 સદસ્યીય ટિમ માં વિરત કોહલી,રોહિત શર્મા,શિખર ધવન,લોકેશ રાહુલ,મનીષ પાંડે,કેદાર જાધવ,દિનેશ કાર્તિક,ધોની,હાર્દિક પંડ્યા,કુલદીપ યાદવ,યુજ્વેંદ્ર ચહલ,જસપ્રીત બૂમરાહ,ભુવનેશ્વર કુમાર,આશિષ નહેરા અને અક્ષય પટેલને સહમિલ કરવામાં આવ્યા છે. ટિમ ઈન્ડિયાપોતાની પહલી ટી-20 મેચ ધોનીનું ગૃહ નગર રાંચિ,બીજો મેચ ગુવાહાટી અને ત્રીજો મેચ હૈદરાબાદમાં રમશે.