6 ફાસ્ટ બોલર અને 3 સ્પિનર સાથે ટીમ ઇન્ડિયા વિરોધીઓના કાંગરા ટીમ ઇન્ડિયા તત્પર
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. આ પસંદગી ચીફ સિલેક્ટર ચેતન શર્માનાં નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી, જેમાં 20 ખેલાડીઓની પસંદગી કરાઈ છે. જેમાં 6 ફાસ્ટ બોલર અને 3 સ્પિનરને તક આપવામાં આવી છે. ટીમ સિલેક્શન તરફ નજર કરવામાં આવે તો બેટ્સમેનમાં ફોર્મમાં રહેલા રોહિત શર્મા, યુવા પ્રતિભા શુભમન ગિલ, અનુભવી ચેતેશ્વર પૂજારા, સફળ નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડનાર અજિંક્ય રહાણે અને કેપ્ટન તરીકે વિરાટ કોહલીને સ્થાન આપવામાં આવ્યું છે. જેથી એકાદ પ્લેયર ફોર્મમાં ન પણ હોય તો સ્ટ્રોંગ બેટિંગ લાઇન થકી મોટો લક્ષ્યાંક ખડકી શકાય. જ્યારે બીજી બાજુ ઓલરાઉન્ડરમાં હનુમા વિહારી, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ વોશિંગ્ટન સુંદરને સ્થાન આપવામાં આવ્યું છે.
કોઇ પણ ટીમ ત્યારે જ સફળ ટીમ બની શકે છે જ્યારે ટીમ કોમ્બિનેશન સર્વ શ્રેષ્ઠ હોય છે. જેના કારણે હરહંમેશથી કોઈપણ ટૂર્નામેન્ટ પહેલા ટીમ સિલેક્શનને આગવું મહત્ત્વ આપવામાં આવે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ખિતાબ ભારત કબ્જે કરે તેના માટે બીસીસીઆઇ સતત પ્રયત્નશીલ છે. અનુભવી ખેલાડીઓ અને યુવા પ્રતિભા બંનેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
જેથી અનુભવ અને પ્રતિભા બંને નો સુભગ સમન્વય થાય અને ટીમ ઇન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પરચમ લહેરાવી શકે.
ટીમ ઈન્ડિયા
બેટ્સમેન: વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યા રહાણે (વાઈસ કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા
વિકેટ કીપર: રિષભ પંત, લોકેશ રાહુલ અને રિદ્ધિમાન સાહા (રાહુલ અને સાહાએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે)
સ્પિન ઓલરાઉન્ડર: હનુમા વિહારી, રવિચંન્દ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર
ફાસ્ટ બોલર: જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર અને ઉમેશ યાદવ
સ્ટેંડબાય પ્લેયર્સ
બેટ્સમેન: અભિમન્યૂ ઈશ્વરન
ફાસ્ટ બોલર: પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન