સ્વ. શૈલેષ પરસોન્ડાના સ્મ્ણાર્થે રમાતી વકીલો વચ્ચેની ટુર્નામેન્ટમાં ડિસ્ટ્રીક જજ એ.આર.દેસાઇ ના હસ્તે ટીમ ઇન્ડિયાને વિજેતા ટ્રોફી એનાયત કરાય
એડવોકેટ સ્વ. શૈલેષ પરસોન્ડાના સ્મણાર્થે અને એલ.એસ.એફ. (લોયર્સ સ્પોટ ફાઉન્ડેશન) ના નેજા હેઠળ આયોજીત સૌરાષ્ટ્ર-કચ્છના બાર એસોશિયેશનના સનદધારી વકીલો, કોર્ટના કર્મચારીઓ વચ્ચે આયોજીત મેચનો ફાયનલ મેચ રાજકોટના માધવરાય સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાઇ ગયો. ભુજ, ભાવનગર, જામનગર, બાબરા અને રાજકોટનાં વકીલો વચ્ચે પાછલા નવ વર્ષથી આયોજીત થતી ની આ વીસમી ટુર્નામેન્ટ હતી. જેમાં ફાયનલ મેચમાં રાજકોટની નવા પૈકી બે ટીમો લોયર્સ સ્પોર્ટ ફાઉન્ડેશન અને ટીમ ઇન્ડીયા વચ્ચે એક તરફી રમાયેલી મેચમાં ટીમ ઇન્ડીયાએ ૧૪ ઓવરમાં ૩ વિકેટના ભોગે ૧રર રન બનાવીને જીત મેળવી હતી.
ટીમ ઇન્ડીયાના કિશન રામાણીએ ર વિકેટ ખેડવીન બેટીંગમાં પણ હિર ઝળકાવતા ૪૬ રન કર્યા હતા જેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પુરી ટુર્નામેન્ટના એમના પ્રદર્શનને આધારે કિશન રામાણીને મેન ઓફ ધ ટુર્નામેન્ટની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ટ્રોફી વિતરણ સમારંભમાં ડીસ્ટ્રીક જજ એ.આર.દેસાઇએ વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી હતી અને બાર એસો.નો રપ થી લઇને ૬૦ વર્ષના વકીલ ખેલાડીઓની ટીમ સ્પીરીટ ભાવનાને બિરદાવી હતી.
વધુમાં ડ્રી. જજ એ.આર.દેસાઇએ જણાવ્યું હતું કે, જે રીતે કોર્ટ ‚મમા: બેમાંથી એક પક્ષની જીત અને બીજા પક્ષની હાર થતી હોય છે એમ આ રમતના મેદાનમાં પણ હારજીત તો ગૌણ મુદ્દો છે. સાચુ ઘ્યેય એ ટીમ વર્ક અને ટીમ ભાવનાને સુદ્દઢ કરવાનું છે જે સહુ એડવોકેટએ સાર્થક કર્યુ છે.
ટ્રર્નામેન્ટના આયોજનમાં મુખ્ય ભાગ ભજવનાર એડવોકેટ હરેશ પરસોન્ડાએ આયોજનમાં દરેક પ્રકારનો સહકાર આપનાર અને ઉત્સાહ વધારનાર એડી. જજ બાબી સાહેબ તેમજ રાવલસાહેબ, ત્રિવેદી સાહેબ, પુજારાસાહેબ, તેમજ જે.એમ.સી. ના જજો કાસુરાસાહેબ, શેખસાહેબનો આભાર વ્યકત કર્યો હતો. આ ઉપરાંત એડવોકેટ દિલીપ પટેલ, સંજય વ્યાસ (પ્રેસિડેનટ), વરિષ્ઠ એડવોકેટ અનિલ દેસાઇ, પિયુષ શાહ, મુકેશ દેસાઇ, જિજ્ઞેશ જોશી, અશોકસિંહ વાઘેલા, કમલેશ શાહ, અભય ભારદ્વાજ, જયદેવ શુકલા, એલ.એલ. બારૈયા, સંદીપ અંતાણી તેમજ રાજકોટ બારના પ્રમુખ એડવોકેટ સંજય વ્યાસ, ઉપપ્રમુખ જયેશ બાધેરા, સેક્રેટરી મનીષ ઠકકર, ટ્રેઝરર, રાજેન્દ્રસિંહ ગોહિલનો પણ આભાર વ્યકત કર્યો હતો.