વિરાટ કોહલી ૨૦૧૪ની તુલનામાં ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ઘણો અનુભવી ખેલાડી બની ગયો છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના મહાન ફસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ ચેતવણી આપી છે કે ફોર્મમાં ચાલી રહેલા ફાસ્ટ બોલર જેમ્સ એંડરસન આ વખતે પણ ભારતીય કેપ્ટન માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

મેકગ્રાએ જણાવ્યું કે, કોહલી હવે ઘણો અનુભવી ખેલાડી છે. તેમાં શંકાને કોઇ સ્થાન નથી પરંતુ ઇંગ્લેન્ડમાં સ્થિતિ વધુ મુશ્કેલ હોય છે. જ્યારે તમારી સામે એંડરસન જેવો બોલર હોય છે જે સૌથી સારી બોલિંગ કરી રહ્યો હોય તો તે તમારી માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થાય છે. તમારે મહેનત કરવા માટે તૈયાર રહેવુ પડે છે. કોહલી સ્તરીય ખેલાડી છે તેથી હું આ મેચ માટે ઉત્સુક છું.  મેકગ્રાએ જણાવ્યું કે ફક્ત કોહલી પર આધારિત રહેવુ મુર્ખામી ગણાશે અને જો તે નિષ્ફળ રહેશે તો તે અન્ય ખેલાડીઓને જવાબદારી નિભાવવાની તક આપશે.તેમણે જણાવ્યું કે તમે હંમેશા ઇચ્છો છો કે તમારો શ્રેષ્ઠ બેટ્સમેન સારુ પ્રદર્શન કરે જો કે તે અન્ય બેટ્સમેનને પણ જવાબદારી નિભાવવાની તક આપે છે અને હજુ પણ ટીમમાં સારા બેટ્સમેન છે. જો ભારત એક જ ખેલાડી પર નિર્ભર રહેશે કો તે ભૂલ કરી રહ્યાં છે.પૂજારા અંગે પણ તેમણે જણાવ્યું કે, હું નથી જાણતો કે બ્રિટનમાં કેવી સ્થિતિ છે. પૂજારા રન નથી કરી શકતો તેમ છતાં તે ત્યાં છે. ત્યાંની સ્થિતિમાં રમવાથી લાગી રહ્યું છે કે ત્યાં રહેવાના તેના અનુભવથી પણ ઘણી મદદ મળશે. મેકગ્રાએ જણાવ્યું કે ભુવનેશ્વર કુમારઅને જસપ્રિત બુમરાહ બોલિંગમાં પોતાની છાપ છોડશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.