વેસ્ટઇન્ડિઝ સામેની સિરીઝમાં રવિ બીસનોઈનું ડેબ્યુ, કુલદીપ યાદવનું કમબેક

 

અબતક, નવિદિલ્હી

સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ અને વનડે સિરીઝ હાર્યા બાદ ભારત વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે મેચની સિરીઝ રમવા જઈ રહ્યું છે જેને ધ્યાને લય મહત્વની વાત તો એ છે કે ભારતીય ટીમના સુકાની માટે જવાબદાર ખેલાડી ની જરૂરિયાત ઊભી થયેલી છે જેમાં રોહિત શર્મા નું નામ પણ સામે આવ્યું છે. બીજી તરફ એ વાતની પણ સ્પષ્ટતા થયેલી કે ભારતીય ટીમ માં હવે રોહિત સિવાય કોઈ જ ઉદ્ધાર નથી કારણ કે, કે.એલ રાહુલ ને પણ તક આપવામાં આવી હતી પરંતુ જે ફાયદો ઉઠાવવો જોઇએ તે ઉઠાવવામાં તે નિષ્ફળ નીવડ્યો હતો. આઈપીએલમાં પણ રોહિત શર્મા અને કે.એલ રાહુલ પોતાની ટીમ માટે સુકાની પદ સંભાળી રહ્યા છે પરંતુ રોહિત શર્મા એક પરિપક્વ ખેલાડીની સાથે જવાબદારી સ્વીકાર નારો ખેલાડી છે જેથી તેનો ફાયદો આગામી સમયમાં ટીમને મળી રહેશે.

6 ફેબ્રુઆરીથી શરૂ થતાં ટી20 અને વનડે સિરીઝ માટે રોહિત શર્માને સુકાની તરીકે પસંદ કરવામાં આવ્યો છે. અહીં વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં રવિ બીસનોઈ નું ડેબ્યૂ થશે તો સામે કુલદીપ યાદવ નું કમબેક પણ થયું છે. એટલુંજ નહીં, ભારતીય બોલરોનો આધાર સ્થંભ ભુવનેશ્વર કુમારને પણ વન ડે સિરીઝમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.

વનડે માટેની ટીમ :

રોહિત શર્મા ( સુકાની ), કે.એલ રાહુલ ( ઉપસુકાની ), ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, દિપક હુડા, રિસભ પંત, દિપક ચહર, શાર્દુલ ઠાકુર, યઝુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વસિંગટન સુંદર, રવિ બીસનોઈ, મોહમ્મદ સીરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને અવેશ ખાન.

ટી-20 માટેની ટીમ

રોહિત શર્મા ( સુકાની ), કે.એલ રાહુલ ( ઉપસુકાની ), ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, રિસભ પંત, વેંકેટેશ ઐયર,દિપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બીસનોઈ, અક્ષર પટેલ, યઝુવેન્દ્ર ચહલ, વસિંગટન સુંદર, મોહમ્મદ સીરાજ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.