ભારતનો ઈનીંગ અને ૧૩૭ રને વિજય: ટીમની દક્ષિણ આફ્રિકા પર સૌથી મોટી જીત, કર્યો વ્હાઈટ વોશ
ત્રણ ટેસ્ટ મેચ સીરીઝ ૩-૦થી જીતતા ભારતે આફ્રિકાનો વ્હાઈટ વોસ કરતા આતશબાજી પણ કરી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાં છેલ્લી ટેસ્ટ મેચ જીતતાની સાથે જ ટીમનાં પોઈન્ટ ૨૪૦ થતા જ તેઓ પોઈન્ટ ટેબલમાં મોખરે આવી ગયા છે. ભારતનો ઈનીંગ અને ૧૩૭ રનનાં વિજય સાથે ભારતીય ટીમે આફ્રિકા પર સૌથી મોટી જીત મેળવી છે અને વ્હાઈટ વોસ કર્યો છે.
સાઉથ આફ્રિકા તેની પ્રથમ ઈનીંગમાં ૧૬૨ રન જ નોંધાવી શકી હતી જયારે ફોલોઓન થતા આફ્રિકાએ તેની બીજી ઈનીંગમાં ૧૩૩ રન જ નોંધાવી ઓલઆઉટ થઇ ગઈ હતી. બીજી ઈનીંગમાં ભારત તરફથી સર્વાધિક વિકેટ મોહમદ સમી અને ઉમેશ યાદવે લીધેલી છે જેમાં શમીએ ૩ વિકેટ અને યાદવે ૨ વિકેટ ઝડપી હતી. સાથોસાથ છેલ્લી ટેસ્ટ મેચમાં ડેબ્યુટ કરનાર લેફટ આર્મ સ્પિનર શાહબાઝ નદીમે ૨ વિકેટ ખેરવી હતી. પ્રથમ ટેસ્ટમાં મયંક અગ્રવાલ દ્વારા બેવડી ફટકારવામાં આવી હતી જયારે બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી અને ત્રીજા ટેસ્ટ મેચમાં રોહિત શર્માએ તેની ટેસ્ટ કારકિર્દીની સૌપ્રથમ બેવડી ફટકારી હતી એટલે કહી શકાય કે સળંગ ત્રણ ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓએ બેવડી ફટકારી છે. દક્ષિણ આફ્રિકાને સહેજ પણ ન સમજાય તે રણનીતિ સાથે ભારતીય ટીમ ત્રણેય ટેસ્ટમાં મેદાને ઉતરી હતી તેમાં ફાસ્ટ બોલર મોહમદ સમી, ઉમેશ યાદવે ટીમ માટે ખુબ જ સારું યોગદાન આપ્યું હતું.
હાલ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ ચાલી રહી છે તેનાં નિયમ અનુસાર જે કોઈ ટીમ પોઈન્ટ ટેબલ પર મોખરે રહે તેની સામે અન્ય ટીમોએ ટેસ્ટ મેચ રમવા ફરજીયાત છે ત્યારે આફ્રિકા સામેની છેલ્લી ટેસ્ટ મેચ જીતતાની સાથે જ ભારતીય ટીમ ૨૪૦ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર મોખરે છે. આફ્રિકા સામેની ૩ ટેસ્ટ મેચ સીરીઝમાં રોહિત શર્માને પ્લેયર ઓફ ધ સીરીઝ ઘોષિત કરવામાં આવ્યો છે અને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ રોહિતને ઘોષિત કરાયો છે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપનાં પોઈન્ટ ટેબલ પરની જો માહિતી લેવામાં આવે તો ભારતીય ટીમ ૨૪૦ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર મોખરે છે ત્યારબાદ ન્યુઝીલેન્ડનાં ૬૦ પોઈન્ટ, શ્રીલંકાનાં ૬૦ પોઈન્ટ, ઓસ્ટ્રેલિયાનાં ૫૬ અને ઈંગ્લેન્ડનાં પણ ૫૬ પોઈન્ટ છે. બાકી રહેતી વેસ્ટ ઇન્ડીઝ, સાઉથ આફ્રિકાનાં ૦ પોઈન્ટ છે જયારે બાંગ્લાદેશ અને પાકિસ્તાન એક પણ ટેસ્ટ મેચ ન રમ્યા હોવાનાં કારણે પણ તેમનાં પોઈન્ટ શૂન્ય છે.
દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે રમાયેલી ત્રણ ટેસ્ટની સીરિઝમાં ભારતે ત્રીજી ટેસ્ટમાં ઈનિંગ અને ૨૦૨ રને વિજય મેળવી લીધો છે. ભારત ત્રીજા દિવસની રમતના અંતે ઈનિંગ અને જીતથી બે વિકેટ દૂર હતું. ભારતી સ્પિનર્સ અને પેસ બોલર્સની સામે પ્રોટીઝ બેટ્સમેનોએ ઘૂંટણીયા ટેકવી દીધા હતા. ભારતે પ્રથમ ઈનિંગ ૪૯૭/૯ પર ડીક્લેર કર્યા બાદ દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં ૧૬૨ રનમાં ઓલ આઉટ કરી દીધું હતું ત્યારબાદ ફોલો ઓન આપ્યું હતું. બીજી ઈનિંગમાં પણ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા અને ૧૩૩ રનમાં જ સમગ્ર ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. રાંચી ટેસ્ટમાં ભવ્ય વિજય સાથે જ ભારતે પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાને ૩-૦થી વ્હાઈટવોશ કર્યું છે. ભારતીય બોલર્સ સામે આફ્રિકન બેટ્સમેનો લાચાર બની ગયા હતા. ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીની ઘાતક બોલિંગ આગળ કોઈ પણ પ્રોટીઝ બેટ્સમેન ટકી શક્યો નહતો. યાદવ અને શમીએ બન્ને ઈનિંગમાં મળીને પાંચ-પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે નદીમે બન્ને ઈનિંગમાં મળીને ચાર, જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી.