રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા વન-ડે વર્લ્ડકપ રમવા સજ્જ
આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના મુખ્ય પસંદગીકારોએ ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્રીલંકાના કેન્ડીમાં ભારતીય ટીમની હોટલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. દરમિયાન મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા વન-ડે વર્લ્ડકપ રમવા સજ્જ બની ગઈ છે.
કેએલ રાહુલની પસંદગી કરવામાં આવી છે. તેને એશિયા કપ માટે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રથમ બે મેચમાં તે રમ્યો નહોતો. અત્યાર સુધી તે ઈજા બાદ એક પણ મેચ રમ્યો નથી. આવી સ્થિતિમાં તેણે મેચ માટે પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે. હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટ્ન તરીકે રમશે અને વર્લ્ડકપ ટીમમાં સુર્યકુમાર યાદવને સ્થાન મળ્યું છે તો બીજીબાજુ સેમસન-તિલક અને ચહલ બહાર ફેંકાયા છે. BCCI આજે જે ટીમ પસંદ કરશે તેને ICCની મંજૂરી વગર 28 સપ્ટેમ્બર સુધી બદલી શકાશે. આ પછી, ટીમમાં કોઈપણ ફેરફાર માટે બોર્ડને ICCની મંજૂરીની જરૂર પડશે.
બીસીસીસાઈ આજે જે ટીમ પસંદ કરી છે તે આઈસીસીની મંજૂરી વગર 28 સપ્ટેમ્બર સુધી બદલી શકાશે જો કે ત્યારબાદ ટીમમાં કોઈપણ ફેરફાર માટે બોર્ડને આઈસીસી મંજૂરીની જરૂર પડશે
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમમાં અનુભવી ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. વિરાટ કોહલી, ઈશાન કિશન અને શ્રેયસ ઐય્યરને સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.બીસીસીઆઇની પસંદગી સમિતિએ વર્લ્ડ કપ માટે સંતુલિત ટીમની પસંદગી કરી છે. શુભમન ગિલ રોહિત સાથે ઓપનિંગ કરી શકે છે. ટીમમાં ઈશાન કિશન પણ છે. ઈશાન ઓપનિંગની સાથે મિડલ ઓર્ડરમાં પણ બેટિંગ કરવા સક્ષમ છે. શ્રેયસ ઐય્યર અને કેએલ રાહુલ પર વિશ્વાસ મુકવામાં આવ્યો છે. રાહુલ એશિયા કપ 2023માં હજુ સુધી એક પણ મેચ રમ્યો નથી. જો કે તેમ છતાં તેને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવને પણ સ્થાન મળ્યું છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને તક મળી છે.
શાર્દુલ ઠાકુર પણ સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. ભારતમાં રમાનાર વર્લ્ડ કપની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને રનર અપ ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટની ફાઈનલ 19 નવેમ્બરે રમાશે.
ભારતીય ટીમની ગ્રુપ મેચ
- 8 ઓક્ટોબર – ભારત vs ઓસ્ટ્રેલિયા
- 11 ઓક્ટોબર – અફઘાનિસ્તાન vs ભારત
- 14 ઓક્ટોબર – પાકિસ્તાન vs ભારત
- 19 ઓક્ટોબર – બાંગ્લાદેશ vs ભારત
- 22 ઓક્ટોબર – ભારત vs ન્યુઝીલેન્ડ
- 29 ઓક્ટોબર – ભારત vs ઈંગલેન્ડ
- 2 નવેમ્બર – શ્રીલંકા vs ભારત
- 5 નવેમ્બર – સાઉથ આફ્રિકા vs ભારત
- 12 નવેમ્બર – નેધરલેન્ડ vs ભારત
વર્લ્ડ કપમાં 48 મેચ રમાશે
વનડે વર્લ્ડ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં 46 દિવસ માટે યોજાશે, જેમાં 48 મેચો રમાશે. પ્રથમ મેચ 5 ઓક્ટોબરે ગયા વર્લ્ડ કપની વિજેતા અને ઉપવિજેતા ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાશે. 12મી નવેમ્બર સુધી ગ્રુપ સ્ટેજની 45 મેચો રમાશે. 15 અને 16 નવેમ્બરે 2 સેમી ફાઈનલ રમાશે અને ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.
વનડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
- રોહિત શર્મા (કેપ્ટન)
- શુભમન ગિલ
- વિરાટ કોહલી
- સૂર્યકુમાર યાદવ
- શ્રેયસ અય્યર
- કેએલ રાહુલ (વિકેટકીપર)
- ઈશાન કિશન (વિકેટકીપર)
- અક્ષર પટેલ
- હાર્દિક પંડ્યા
- (વાઈસ કેપ્ટન)
- રવિન્દ્ર જાડેજા
- મોહમ્મદ સિરાજ
- કુલદીપ યાદવ
- જસપ્રીત બુમરાહ
- મોહમ્મદ શમી
- શાર્દુલ ઠાકુર
ભારત-પાક હાઈવોલ્ટેજ મેચ 14 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે
વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. ભારત વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં કરશે.