વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નવસારીના ખૂડવેલ ગામેથી ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત રૂ. ૩૦પ૦ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂર્હત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં સંપન્ન કર્યા હતા.
આ પ્રસંગે નવસારીના સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબહેન જરદોશ, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સાંસઓ, ધારાસભ્યઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો-લોકો ઉપસ્થિત રહ્યા હતા
વડાપ્રધાનના હસ્તે અસ્ટોલ જુથ પાણી પુરવઠા યોજના સહિત પાણી પુરવઠા યોજનાના રૂ. રર૫૯.૮૨ કરોડના કામોનાલોકાર્પણ-ખાતમૂહૂર્ત-ભૂમિપૂજન તેમજ નવસારી ખાતે રૂ. ૫૪૨.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારી નવી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ખાતમૂહર્તની ભેટ સહિત માર્ગ-મકાન વિભાગ, ઊર્જા વિભાગ અને શહેરી વિકાસ વિભાગના જનહિત વિકાસ કામોની પણ ભેટ પણ ગુજરાતને મળી છે.
ગુજરાતનું ગૌરવ પાછલા બે દશકમાં સૌના સાથ, સૌના વિકાસના પરિણામે ઉભી થયેલી નવી આકાંક્ષા-અપેક્ષાઓથી વધ્યું છે તેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગુજરાત સરકાર ઇમાનદારીથી આગળ વધારી રહી છે તે માટે વડાપ્રધાનએ મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા હતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત સરકારે જ્યાં માનવી ત્યાં સુવિધાનો ધ્યેય પાર પાડ્યો છે.
વડાપ્રધાનએ વિકાસની રાજનીતિનો માર્ગ બતાવ્યો છે
ટીમ ગુજરાત’’ વડાપ્રધાનના ચિંધેલા રાહ પર ચાલવા સંકલ્પબદ્ધ છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, નરેન્દ્રભાઇના નેતૃત્વની ડબલ એન્જીનની સરકારનો લાભ ગુજરાતને મળ્યો છે. શ્રી નરેન્દ્રભાઇના દિશાદર્શનમાં સરકારના પ્રયાસોના નક્કર અને વાસ્તવિક પરિણામો પાછલા ૮ વર્ષમાં ગુજરાત સહિત દેશની જનતાએ જોયા છે. આ ૮ વર્ષમાં ગુજરાતમાં પાંચ લાખથી વધુ ઘરોને નળ જોડાણ, ર૧ લાખ એકરમાં લિફટ ઇરીગેશન, પાઇપલાઇન તથા સિંચાઇના કામો, ૩.૩૦ લાખ આદિજાતિ લાભાર્થીઓને ઘર વપરાશના વીજજોડાણ આપવામાં આવ્યા છે
તેમણે કહ્યું કે, ગુજરાતે પ્રાકૃતિક ક્ષેત્રે જે ગૌરવ મેળવ્યું છે તેને વધુ ઉંચાઇએ લઇ જવું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇની પ્રેરણાથી શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા અને સુખાકારીના બહુવિધ વિકાસ કાર્યો ગુજરાતની આત્મનિર્ભરતાને નવી દીશા આપશે.