- 30 માર્ચથી ભાવિકો, વૈષ્ણવો, સનાતનીએનો દરીયો ધુધવાશે: પોથીજીની નોંધણી માટે ભારે ધસારો
- લોહાણા મહાજન આયોજીત
વિશ્ર્વના સૌથી મોટા લોહાણા મહાજન રાજકોટ લોહાણા મહાજન દ્વારા ભગવાન કૃષ્ણના દિવ્ય ચરિત્રની અદભુત ગાથા દર્શાવતી 108 પોથીજીના દર્શન સાથે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું ભવ્ય દિવ્ય આયોજન ચૈત્રી નવરાત્રી 30 માર્ચ થી પ એપ્રિલ 2025 દરમ્યાન રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ભાવિકો, વૈષ્ણવો, સનાતનીઓનો રીતસર દરીયો ઘુઘવશે દશે-વિદેશથી લોકો ભાગવત સપ્તાહનો લાભ લેવા પધારશે.
અકિલા પરીવારના મોભી જ્ઞાતિ શ્રેષ્ઠી કિરીટભાઇ ગણાત્રાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ સુપ્રસિઘ્ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને યોજાનાર ભાગવત સપ્તાહમાં ડોકટરો પણ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લેશે. પોથીજીની નોંધણી માટે પણ ભારે ધસારો જોવામાં આવી રહ્યો છે. કથાનો સમય દરરોજ બપોરે 3 થી સાંજે 7 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. દરરોજ કથા વિરામ બાદ હજારો ભાવિકો મહાપ્રસાદ લઇ શકે તે માટે સુદઢ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ભાગવત સપ્તાહને દરરોજ અકિલા લાઇવ ના માઘ્યમથી વિશ્ર્વના લાખો લોકો ઘર બેઠા સાંભળી નિહાળી શકશે અને કૃષ્ણ ભકિતમાં લીન થશે.
સમગ્ર ભાગવત સપ્તાહના આયોજનને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ સહકાર હુંફ મળી રહ્યા છે.
પોથીજીની નોંધણી તથા ભાગવત સપ્તાહ સંદર્ભે કોઇપણ પુછપરછ માટે રાજકોટ લાહોણા મહાજન ઓફીસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર ભવાની ગોલા પાસે, કાલાવડ રોડ રાજકોટ (મો. નં. 9537711774) અથવા તો મહિલા કોલેજ અંડર બ્રીજથી એસ્ટ્રોન ચોક તરફ જતા એલ.આઇ.સી. ઓફીસ સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે આવેલ કાર્યાલયનો સંપર્ક કરવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારુ તથા કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહ સંદર્ભે ડોકટરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ લોહાણા મહાજનના હોદેદારો ટ્રસ્ટીઓ સાથે નામાંકિત ડોકટરો ની મીટીંગ ગઇકાલે એશીયન હોસ્પિટલ ખાતે યોજવામાં આવી હતી. જેમાં તમામ ડોકટરોએ તન, મન, ધનથી પોતાનું યોગદાન ભાગવત સપ્તાહમાં આપવાનો કોલ આપ્યો હતો. સાથે સાથે શોભાયાત્રા સહીતની વિવિધ જવાબદારીઓ પણ સુપેરે નિભાવવા માટે વચન આપ્યું હતું.
ડોકટરો સાથેની મીટીંગમાં રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારુની ટેલીફોનીક શુભેચ્છા સાથે લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, હિરેનભાઇ ખખ્ખર, ડો. પિયુષભાઇ ઉનડકટ, ડો. અતુલભાઇ રાયચુરા, ડો. ચેતનભાઇ હિન્ડોચા, કિશોરભાઇ કોટક, ડો. મિહીરભાઇ તન્ના, ડો. રીઘ્ધિશભાઇ તન્ના, ડો. જનકભાઇ મૃગ, ડો. યજ્ઞેશભાઇ પોપટ, ડો. વિશાલભાઇ માંગરોલીયા, ડો. તેજસભાઇ ચોટાઇ, ડો. નિતાબેન ઠકકર, ડો. નિશિતાબેન ચોટાઇ, નેહાબેન માંગરોલીયા, ધવલભાઇ ખખ્ખર,, ડો. પરાગભાઇ દેવાણી, ડો. સંકલ્પભાઇ વણઝારા સહીતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
શ્રીમદ્દ ભાગવત સપ્તાહના ભવ્ય દિવ્ય અલૌકિક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારુ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રુપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી ધવલભાઇ કારીયા, ટ્રસ્ટીઓ જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્યામભાઇ સોનપાલ ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્ખર, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શૈલેશભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો. જનકભાઇ ઠકકર, મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્ડોચા, ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્પાબેન બચ્છા, શ્રીમતિ અલ્કાબેન પુજાર, શ્રીમતિ નીકીતાબેન નથવાણી, ડો. કૃપાબેન ઠકકર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ લોહાણા મહાજન વાડી એડમિનિસ્ટ્રેટર હિતેશભાઇ પારેખ દક્ષીણી પિયુષભાઇ ગોકાણી, વિમલભાઇ લાખાણી, ભુવનેશભાઇ ચાંદ્રાણી, મૌલિકભાઇ ચાંદ્રાણી, ચેતનભાઇ દેવાણી, જીગરભાઇ વિઠ્ઠલાણી, પરેશભાઇ તન્ના, નવદીપભાઇ દતાણી, ભાવિકભાઇ એરડા, દર્શિતભાઇ ચૌહાણ, નિલેશભાઇ ગોંડલીયા, હિતેશભાઇ અનડકટ, જયેશભાઇ કકકડ, ભાવેશભાઇ રૂપારેલીયા, શુભમભાઇ રઘુરા, ભાવિકભાઇ પોપટ, અભયભાઇ પોપટ, કિરીટભાઇ કેશરીયા, દીપભાઇ કોટેચા, કપિલભાઇ ગણાત્રા, નિલેશભાઇ કોટેચા, સહીતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.