ગેરકાયદેસર ખનીજ ખન્ન માટે રાત્રે ફોન પર જાણકારી આપી શકાશે
ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા પંથકમાં ભાદર, વેણુ, મોજ સહિતની નદીઓમાંથી ગેરકાયદે ખનીજ ખનન અને ખનીજચોરોએ માથુ ઉંચકતા ધોરાજી પ્રાંત અધિકારી તુષાર જોષીએ આવી ગેરકાયદે પ્રવૃતિઓ ડામી દેવા માટે ખાસ અધિકારીઓને રાત્રી દરમિયાન ફરજ સોંપી ખાસ ઝુંબેશ ચલાવવા આદેશ કરતા ખનીજ માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે.
તા.૧૯/૪/૨૦૧૮ થી તા.૨૫/૪/૨૦૧૮ દરમિયાન રાત્રીના ૯ થી ૫ કલાક સુધી ખાસ અધિકારીની ટીમ બનાવી છે. જે ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા પંથકમાં કાર્યરત રહેશે. રાત્રી દરમિયાન કોઈપણ નાગરિક આ ત્રણ તાલુકામાં કયાંય અનઅધિકૃત રીતે ખનીજ ખનન થતું હશે તેની માહિતી નિ:સંકોચે આપી શકે અને તાત્કાલિક એકશન લેવાઈ તે માટે ત્રણેય તાલુકામાં ટીમ સજજ કરી છે.
ધોરાજી–જામકંડોરણા માટે ૧૯/૪/૨૦૧૮નાં આર.જે.લુણાગરીયા, એન.એસ.વાઘેલા, ટી.કે.ગામોટી, ૨૦/૪/૨૦૧૮ બી.ટી.ઉઘાડ, બી.આર.મારડીયા, હુંબલ ૨૧/૪/૨૦૧૮ આર.એન.કંડોરીયા, એમ.વી.જાડેજા, સી.બી.કાનગડ ૨૨/૪/૨૦૧૮ એન.જી.રાદડીયા, પી.કે.રાઠોડ, બી.કોડીયાતર ૨૩/૪/૨૦૧૮ બી.વી.ગોંડલીયા, કે.આર.ઓડેદરા, એમ.કે.વઢવાણ ૨૪/૪/૨૦૧૮ના એચ.એ.પરમાર, પી.જી.સુખડીયા, કે.જે.બગ્ગા ૨૫/૪/૨૦૧૮ જી.ડી.નંદાણીયા, જે.એમ.નથવાણી અને એન.એચ.સોમૈયા ઉપરાંત ટીમ મામલતદારોના માર્ગદર્શન હેઠળ તા.૧૯ થી ૨૫ ખાસ ઝુંબેશ ચલાવશે અને રાત્રીના કોઈ અરજદારની ફરિયાદ અન્વયે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરે અને ખનીજ ચોરી અટકાવે તે માટે પ્રાંત અધિકારી તુષાર જોષીએ ખાસ હુકમ બજાવ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com