મહિલાને અસહ્ય પ્રસૂતિપીડા ઉપડતા અંતરિયાળ સારવાર આપી માતા – શિશુની જિંદગી બચાવાઈ
મોરબીના બગથળા ગામના રણુંજા જંગલ વિસ્તારમાં રહેતા સાધુ પરિવારના મહિલાને અસહ્ય પ્રસુતિ પીડા ઉપડતા મોરબી સિવિલ હોસ્પિટલની ૧૦૮ ની ટીમે જંગલમાં પ્રસુતિ કરવી મહિલા અને નવજાત શિશુની જિંદગી બચાવી લીધી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રે ૧૦.૩૦ કલાકે મોરબી સિવિલ હોસ્પિટલ ૧૦૮ ટીમને પ્રસુતિ અંગેનો કોલ મળતા પળવારનો પણ વિલંબ કર્યા વગર ટીમ ૧૦૮ ના ડો. મહેશ એમ.રાઠોડ અને પાયલોટ પરાક્રમસિંહ ગોહિલ બગથળાથી પાંચ કિલોમીટર દૂર રણુંજા જંગલ વિસ્તારમાં પહોંચી ગયા હતા.
જ્યાં આવેલ મંદિરમાં રહેતા સાધુ રાઘવજીભાઈ ભારતીના પત્ની જમનાબેનને અસહ્ય પ્રસુતિ પીડા ઉપડી હોય ૧૦૮ ટીમે ત્વરિત એમ્બ્યુલન્સમાં લઇ રવાના થયા હતા પરંતુ પ્રસુતિ પીડા વધતા અધવચ્ચે રસ્તામાં જ નોર્મલ ડિલિવરી કરવી ૧૦૮ ની ટીમે માતા અને નવજાત શિશુની જિંદગી બચાવી સરાહનીય કાર્ય કર્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com