મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને 5 મંત્રીઓને સ્વતંત્ર હવાલો તેમજ 9 રાજ્યકક્ષાના નવનિયુક્ત મંત્રીઓએ શપથ લીધા છે. તમામ સમાજ અને ઝોનને સાચવી લઈ ભાજપે નો રિપીટ થિયરી અપનાવી સરપ્રાઇઝ આપી છે. નવા મંત્રીમંડળમાં પટેલ સમાજના 8 ધારાસભ્યો, ઓબીસી સમાજના 6 ધારાસભ્યો, એસ.ટી.ના 3 ધારાસભ્યો જ્યારે ક્ષત્રિય અને એસસીના 2-2 ધારાસભ્યો તેમજ જૈન સમાજના એક ધારાસભ્યને મંત્રી પદે નીમાયા છે.
ગાંધીનગરમાં આજરોજ નવા મંત્રીમંડળની, ભુપેન્દ્ર પટેલની નવી ટીમ સાથે પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મંત્રીઓને ખાતાઓની ફાળવણી થઈ છે જેમાં….
CM ભુપેન્દ્ર પટેલની નવી ટીમ
જિતુ વાઘાણી- શિક્ષણ વિભાગ
કનુ દેસાઈ- નાણાં મંત્રાલય
ઋષિકેશ પટેલ- આરોગ્ય વિભાગ
જીતુ ચૌધરી- પાણી પુરવઠા વિભાગ
રાઘવજી પટેલ- કૃષિ વિભાગ
મનીષા વકીલ- મહિલા બાળ વિભાગ
નરેશ પટેલ- વન પર્યાવરણ, આદિજાતિ વિકાસ વિભાગ
રાજેન્દ્ર ત્રિવેદી- મહેસુલ અને કાયદા વિભાગ
દેવાભાઈ માલમ- ઉર્જા વિભાગ
હર્ષ સંઘવી- ગૃહ વિભાગ
અર્જુનસિંહ ચૌહાણ- ગ્રામ વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ
બ્રિજેશ મેરજા- શ્રમ અને રોજગાર વિભાગ
અરવિંદ પટેલ- વાહન વ્યવહાર વિભાગ
R.C. મકવાણા- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ