શેરે બાંગ્લા સ્ટેડિયમમાં રમાનારી 6 મેચોનો 9 જુલાઇથી થશે પ્રારંભ
ભારત-બાંગ્લાદેશ વચ્ચે મહિલા ટી-20 અને વનડેની 6 મેચની શ્રેણી માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી છે. બાંગ્લાદેશના વિરપુરમાં શેરે બાંગ્લા સ્ટેડિયમમાં જ તમામ મેચો રમાશે.
ભારતીય મહિલા ટીમમાં ટી-20 ફોર્મેટમાં હરમનપ્રિત કૌરને કેપ્ટન અને સ્મૃતિ મંધાનાને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમમાં દિપ્તી શર્મા, સૈફાલી વર્મા, જેમીમા રોડીજ્યુસ, યશતીકા ભાટીયા (વિકેટ કિપર), હરલીન દેવલ, દેવીકા વૈધ, ઉમા ચૈત્રી (વિકેટ કીપર), અમન જ્યોતકૌર, એસ.મેઘના, પુજા વસ્ત્રકાર, મેઘનાસિંગ, અંજલી સરવાણી, મૌનિકા પટેલ, રાશિ કનોજીયા, અનુશા બરેડ્ડી, મીનુ મણીનો મહિલા ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વનડે ફોર્મેટમાં એસ મેઘનાની જગ્યાએ પ્રિયા પુર્ણીયા અને મીનુ મણીની જગ્યાએ સ્નેહા રાણાનો સમાવેશ કરી બાકીની ટીમ યથાવત રાખી છે. તેમ સેક્રેટરી જયભાઇ શાહએ જાહેરાત કરી હતી.