અબતક, રાજકોટ
કિસી કી મદદ કે લીયે યે હાથ બઢાના હૈ… કુછ અલગ સોચ રખકર એક નયા જહા બનાના હૈ…અભી તો યે શુરુઆત હૈ… આ હિન્દી કવિતા જાણે અબતક મીડિયા હાઉસ માટે જ બની હોય, તેમ દર્શકો અને વાંચકોને કઈક નવું પીરસવા તત્પર રહેતા અબતક મીડિયા હાઉસે આજે એક નવી સિદ્ધિ મેળવી છે. અબતક મિડીયા હાઉસને યુટ્યુબ તરફથી સિલ્વર બટન મળ્યું છે.
યુટ્યુબ સબ્સ્ક્રાઇબર 1.21 લાખને પાર
છેલ્લા 10 વર્ષથી કાર્યરત અબતક સાંધ્ય દૈનિકે સમયની માંગ પ્રમાણે અબતક ચેનલ, અબતક ડિજિટલ મીડિયા જેવા પ્લેટફોર્મ રૂપી નવું સાહસ શરૂ કર્યા અને વાંચકોએ દર્શક બની તેને વધાવ્યા. મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતાના દીર્ઘદ્રષ્ટિ ભર્યા આગવા નેતૃત્વથી ટિમ અબતકે આ ત્રણેય પ્લેટફોર્મ ઉપર લોકોને સમાચારોની સાથે કંઈક નવું આપવા બનતા તમામ પ્રયાસો કર્યા. તમામ વિકટ પરિસ્થિતિનો સામનો કરી ટિમ અબતકે ઘટનાઓ અને દુર્ઘટનાઓનું કવરેજ કરી લોકો સુધી પહોંચાડી છે. આ દરમિયાન અબતક મીડિયાએ ન માત્ર કવરેજ કરવાની કામગીરી કરી છે. પણ ટીમે એક જાગૃત નાગરિક તરીકે ઘટના સ્થળ ઉપર પોતાની ફરજ પણ બજાવી છે. જાનલેવા હુમલો હોય કે કોરોનામાં રોડ ઉપર કણસતો દર્દી હોય, અબતકે ઘટનાને કેમેરે કંડારવાની સાથે ઘટના સ્થળે હાનિ ટળે તેવા પણ પ્રયત્નો કર્યા છે.
અબતકે પ્રજાના પ્રશ્ર્નોની સ્ટોરી, મનોરંજન આપતા કાર્યક્રમો, અવનવી જાણવા જેવી સ્ટોરીઓ, દિલધડક ઘટનાઓ સહિતના 20 હજાર જેટલા વીડિયો યુટ્યુબના માધ્યમ થકી લોકો સમક્ષ મુક્યા
અબતકે પ્રજાના પ્રશ્નોની સ્ટોરી, મનોરંજન આપતા કાર્યક્રમો, અવનવી જાણવા જેવી સ્ટોરીઓ, દિલધડક ઘટનાઓ સહિતના 20 હજાર જેટલા વીડિયો યુટ્યુબના માધ્યમ થકી લોકો સમક્ષ મુક્યા છે. આ તમામ વીડિયો દર્શકોને ખૂબ પસંદ પડ્યા છે. હાલ અબતક મીડિયાની યુટ્યુબ ચેનલ 1.21 લાખ સબ્સ્ક્રાઇબર ધરાવે છે. સબ્સ્ક્રાઇબરની સંખ્યા 1 લાખથી વધતા યુટ્યુબ દ્વારા અબતક મીડિયા હાઉસને સિલ્વર બટન આપવામાં આવ્યું છે. આ સાથે યુટ્યુબ દ્વારા પ્રમાણપત્રથી અબતકને સન્માનિત પણ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં યુટ્યુબનું સિલ્વર બટન મેળવનાર અબતક મડિયા હાઉસ પ્રથમ મીડિયા બન્યું છે. આ સિદ્ધિ બદલ આજે અબતક મીડિયા હાઉસના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતાએ ટિમ અબતકની પીઠ થાબડી હજુ ગોલ્ડન બટન સુધી પહોંચવાની પ્રેરણા પુરી પાડી હતી.