યોગ કરો તંદુરસ્ત રહો… બાળકોને યોગનું મહત્વ સમજાવો
દરેક માતા-પિતા પોતાના બાળકની તંદુરાસ્તી ઇચ્છતા હોય છે. વર્તમાન સમયમાં બીઝી લાઈફસ્ટાઇલના કારણે પેરેન્ટસ બાળકને પૂરતો સમય નથી આપી શક્તા તેવા સમયમાં બાળક શું કરે છે, લોકો સાથે તેનું વર્તન કેવું છે, બાળકની માનસિક સ્થિતિ શું છે, માતા-પિતા માટે બાળક શું વિચારે છે આ તમામ પ્રાશનો ઉદ્દભવતા હોય છે. જેના માટે માતા-પિતા એ જ જવાબ શોધવાનો હોય છે. બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે યોગ એ ઉત્તમ ઉપાય છે, જેનાથી બાળકની શારીરિક તંદુરસ્તીની સાથે સાથે માનસિક વિકાસ પણ સારો થાય છે.
બાળપણથી જ યોગ કરતાં બાળકો મોટી મોટી બીમારીઓથી દૂર રહે છે. ત્યારે નાના બાળકો પોતાની જાતે યોગ કરવા સક્ષમ નથી હોતા તેવા સમયે માતા-પિતાએ તેને મદદ કરી યોગાસન કરાવવા જોઈએ. જ્યારે પેરેન્ટસ સાથે રહી બાળકોને યોગ કરાવે છે ત્યારે બાળકોનો આત્મવિશ્વાસ વધે છે તેમજ પોતાને બધાથી સુરક્ષિત મહેસુસ કરે છે.
માનસિક વિકાસ : માતા-પિતા બાળકોને યોગ કરાવે છે ત્યારે બાળકોને સ્પર્શ કરે છે અને એ સ્પર્શથી બલ્ક સાથેનો સંબંધ વધુ મજબૂત બને છે. બેબી યોગથી પેરેન્ટ્સ અને બાળકને સાથે રહેવાનો સમય વધુ મળે છે. જેના ફાયદા સ્વરૂપ બંને એક બીજાને વધુ સારી રીતે સમજી શકે છે. માતા-પિતા સાથે વધુ સમય રહે છે તો તેના વ્યવહારમાં પણ સકારાત્મક ફેરફાર આવે છે.
બેબી યોગના શારીરિક ફાયદાઓ : યોગ કરવાથી બાળકોની માંસપેશીઓ મજબૂત બને છે,સાથે સાથે કરોડ રજ્જુ, ગરદન, શરીરના અન્ય સંધાઓ પણ મજબૂત બને છે. યોગ કરવાથી બાળકોના શરીમાં રક્ત સંચાર પણ યોગ્ય થાય છે. જેના કારણે ઓક્સિજનની કમી દૂર થાય છે અને સ્વચ્છોશ્વાસની પ્રક્રિયા પણ નિયમિત બને છે. હાડકાં મજબૂત બને છે, એટલે નાની મોટી ઈજા સહન કરવાની ક્ષમતા વધે છે. યોગાભ્યાસ કર્યા બાદ શરીર અને મગજને આરામ મળવાથી ઊંઘ પણ સારી કરે છે.