મહત્તમ ૨૪૦ સેક્ધડમાં કેટલા શબ્દો વાંચ્યા તેની ઓનલાઈન એન્ટ્રી કરાશે: કાલ સુધીમાં કાર્ય પૂર્ણ કરાશે
વિદ્યાર્થીઓ યોગ્ય ઝડપથી વાંચી શકે તો વાંચનનું અર્થગ્રહણ પણ સારૂ કરી શકે
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ધો.૩ થી ૮ના વિર્દ્યાથીઓ માટે ‘ભાષાદીપ’ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. વિર્દ્યાથીઓ યોગ્ય ઝડપી વાંચી શકે તો વાંચનનું ર્અગ્રહણ સારૂ કરી શકે છે. જેથી યોગ્ય વાંચન કરવું જરૂરી બન્યું છે અને તેમાં ઝડપનું પણ ખુબજ મહત્વ રહેલું છે. એક અંદાજ પ્રમાણે મોટાભાગના વિર્દ્યાથીઓ સારૂ ગુજરાતી વાચવામાં પણ નિષ્ફળ જતા હોય છે. અને જે વિર્દ્યાથીઓ વાંચી શકે તેનું ઝડપ પણ ઓછી હોય છે. જેથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ધો.૩ થી ૮ના વિર્દ્યાથીઓ માટે ભાષાદીપ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. આ કાર્યક્રમને લીધે વિર્દ્યાથીઓ કેટલી સ્પીડમાં વાંચે છે તેની ચકાસણી કરી શકાશે.પ્રાથમિક શાળાઓમાં ધો.૩ થી ૮ના છાત્રોની વાંચન ઝડપ જાણવા માટે નિયામક જીસીઆરટી દ્વારા દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાસનાધિકારીને પરિપત્ર પાઠવીને મહત્તમ ૪ સેક્ધડ એટલે કે, ૪ મીનીટમાં કેટલા શબ્દ વાંચે છે તેની ઝડપી શિક્ષકે ચેક કરી ઓનલાઈન એન્ટ્રી કરવાની રહેશે. જેમાં ૪ મીનીટમાં વિર્દ્યાથીએ કેટલા શબ્દ વાંચયા તેની નોંધ કરવાની છે.પરીપત્રની સાથે ધો.૩ થી ૫ તા ધો.૬ થી ૮ના વિર્દ્યાથીઓ માટેની વાચન સામગ્રીઓ પણ આપેલ છે. જે તે વર્ગ શિક્ષકે તમામ છાત્રોને વાંચન કરાવીને વ્યક્તિગત મુખવાંચન કરાવવાનું છે. આ માટે ૪ મીનીટમાં કેટલા શબ્દો વાંચે છે તે વિર્દ્યાથીઓના નામ સાથે ઓનલાઈન એન્ટ્રી કરાવવાની પણ છે.
સમગ્ર શિક્ષા અભિયાનના વેબ પોર્ટલ પર એન્ટ્રી કરતા પહેલા સીઆરસી કોઓર્ડીનેટર ચેક કરવાનું રહેશે. આગામી ૧૦મી જાન્યુઆરી સુધીમાં એટલે કે, બાળકોના વાંચનની ઝડપ ચકાસવાનું કામ નવા વર્ષે જ શિક્ષકો પર આવી પડતા શિક્ષકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે વાંચતા બાળકો નિયત સમય મર્યાદામાં કેટલું વાંચયા તેની નોંધ કરવી પડશે અને વિર્દ્યાથીઓ ગુજરાતી સારી રીતના અને ઝડપી રીતે વાંચે તે માટે રાજ્ય સરકારનો આ પ્રયાસ છે. જો કે રાજકોટની મોટાભાગની સ્કૂલોમાં છેલ્લા ૯ દિવસમાં મુખ વાંચનની ઝડપ ચકાસણીનું કામ શિક્ષકો કરી રહ્યાં છે. ટૂંકમાં શિક્ષકોએ હવે વિર્દ્યાથીઓના વાંચનની ઝડપ વધારવા માટે સ્પીડો મીટર વસાવવા પડશે અને વિર્દ્યાથીઓને વાંચન પ્રત્યે પ્રેરવા પડશે.
રાજકોટની મોટાભાગની સરકારી સ્કૂલોમાં ધો.૩ થી ૮ના વિર્દ્યાથીઓમાં મુખ વાંચનની ઝડપ ચકાસણી માટે શિક્ષકો કામ કરી રહ્યાં છે. જેમાં મોટાભાગના શિક્ષકો પોતાના વિર્દ્યાથીઓએ ૪ મીનીટમાં કેટલા શબ્દો વાંચયા તેનો ઓનલાઈન રિપોર્ટ પણ રાજ્ય સરકારમાં મોકલી આપ્યો છે અને આ કાર્ય હજુ આવતીકાલ સુધી ચાલુ રહેશે.