બાળકનું ભવિષ્ય તેના શિક્ષણ પર આધારીત હોય છે અને તેનું શિક્ષણ તેના શિક્ષકો પર નિર્ભર કરે છે. પરંતુ શિક્ષકો તેની લાયકાત સમક્ષ ધરાવતી ન હોય તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય નુકસાનકારક નીવડે છે જેથી દેશની તમામ સરકારી અને ખાનગી સ્કુલના શિક્ષકો માટે B.EDની ડિગ્રી મેળવવી જરૂરી બનશે. આ માટે તમને ૩૨ માર્ચ ૨૦૧૯ સુધીના સમય આપતુ બિલ શુક્રવારે લોકસભામાં પસાર થઇ ગયું છે. જેમની પાસે આ ડિગ્રી નહી હોય તેમની નોકરી જશે.
માનવ સંસાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરે શુક્રવારે લોકસભામાં આ અંગેનું બિલ રજુ કર્યુ હતું તેમા હાલની ખાનગી સ્કૂલોમાં ૫.૫ લાખ અને સરકારી સ્કુલોમાં ૨.૫ લાખ શિક્ષકોની લઘુતમ લાયકાત ધરવતા નથી અને તેમને આ લાયકાત મુજબ બી.એડની ડિગ્રી મેળવવાની છેલ્લી તક આપવામાં આવી છે આથી સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં જે શાખાના શિક્ષકો પાસે ડિગ્રી નહી હોય તેમની નોકરી જશે.