ર્માં સરસ્વતીના પૂજન બાદ વિદ્યાર્થીઓએ ગુરુપુજન કરી ગુરુ પ્રત્યેની ભાવના પ્રગટ કરી
ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્ર્વર, ગુરુ સાક્ષાત ગુરુ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવો નમ: ગુરુપૂર્ણિમા એટલે ગુરુની વંદનાનું પાવન પર્વ ગુરુ વિના જ્ઞાન પણ મળતું નથી અને ગુરુ વિના ઉધાર પણ થતો નથી. આ કારણે તેમની જયંતિનાં દિવસે ગુરુપૂર્ણિમા ઉજવાય છે. ગુરુનાં અનેક પ્રકાર હોય છે. ચંદ્રગુરુ, દર્પણ ગુરુ, સ્પર્સ ગુરુ જેવા અનેક ગુરુ હોય છે અને આ કોઈ પણ ગુરુ ન મળે તો કૃષ્ણ વંદે જગતગુરુ આવા ગુરુપૂર્ણિમાનાં પાવન અવસર પર એસ.કે.પાઠકમાં ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર ગુરુ પુજન અને ગુરુપૂર્ણિમાનાં દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સ્કુલનાં આચાર્ય તથા ટ્રસ્ટી દ્વારા માં સરસ્વતીની પુજા કર્યા બાદ આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ગુરુ સંસ્કારનું જ્ઞાન વિદ્યાર્થીને આપે છે: અતુલ બળદેવ
અતુલ બળદેવે અબતકની મુલાકાતમાં જણાવ્યું કે, સમગ્ર રાજકોટ જયારે ગુરુપૂર્ણિમા પર્વ ઉજવી રહ્યો છે ત્યારે અમે અને અમારા વિદ્યાર્થીઓ અહીંથી નવા સંસ્કારો વિચારી લઈને જાય તે માટે અમે પણ ગુરુપૂર્ણિમાની અમારી સ્કુલમાં ઉજવણી કરવામાં આવી છે. ભારત દેશનાં ગુરુનાં જ્ઞાન લઈ સમગ્ર વિશ્ર્વમાં સુવાસ ફેલાવે છે. ભારત જ ખાલી એવો દેશ છે જેમાં સંસ્કારમાં ગુરુ પોતાનું જ્ઞાન વિદ્યાર્થીઓમાં આવે છે. ભારતમાં નિયમો, કાયદાઓથી સમજાવાય છે તે કરતા ધર્મને સંસ્કારની બાબતથી સમજાવવામાં આવે તો સરળ અને ઝડપી બને છે. આજના પ્રસંગે વિદ્યાર્થીને સંદેશો આપવો છે કે તમે તમારી કારકિર્દીની ઘડતર કરી છી. તમે જે ક્ષેત્રમાં જાવ પોતાનું ડેડીકેશન આપો. પોતાના વિચારોને ખુબ ઉંચા બનાવો અને આગળ વધે તેવી શુભકામના છે. દરેક વિદ્યાર્થી અલગ પ્રકૃતિને હોય છે. દરેક ડોકટર એન્જીનીયર નથી બતા તો જે ક્ષેત્રમાં જાય તેમાં તમારો જીવ રેડી મહેનત કરે સાથે સાથે શિક્ષકોએ પોતાનાં કામ માટે ડેડીકેશન વધારવાની જરુર છે.
અગાઉ શિષ્યના નામથી ગુરુની ઓળખ થતી જેમ અર્જુન-દ્રોણાચાર્ય: કલ્પનાબેન જોષી
પ્રિન્સીપાલ કલ્પનાબેન જોષીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજનાં દિવસનું મહત્વ બહુ જ છે. જોકે હવે આ દિવસે મહિમા વિસરાતો જાય છે. આજના જમાનામાં ગુરુ અને શિષ્યનો સંબંધ વિસરાતો જાય છે. આજે વિદ્યાર્થી અને શિષ્ય પોતાનો લાભ લેતા થઈ ગયા છે. પહેલાનાં સમયમાં ગુરુના નામથી વિદ્યાર્થીઓ વખાણતા હતા. જેમ અર્જુન દ્રોણાચાર્યનાં નામથી ઉપરોકત કૃષ્ણ તો એ સાંદિપનીની શિષ્ય એમ કહી આટલું સારું ભણતર, આટલી સારી ટેકનોલોજી આવી ગઈ છતાં ગુરુ શિષ્યને સંબંધ નથી એક સમય હતો કે જયાં ગુરુ પોતાના શિષ્યને આગળ લઈ જવા જીવનાં જોખમ લગાડતા હતા. આપણા ગુજરાતમાં હજુ એ પરંપરા રહેલી છે. આજના દિવસે બાળકો અલગ કરતા હોય છે પરંતુ બાકીનાં દિવસોમાં શું ૩૬૫ દિવસ ગુરુપૂર્ણિમા હોવી જોઈએ. શિક્ષકોએ સ્કુલ આવે ત્યારે બધી તકલાહ ભુલીને મારું બાળક છે તે ભાવનાથી આગળ આવીને વિદ્યાર્થી ભણાવવા જોઈએ.
ગુરુ તેના શિષ્યને મઠારવામાં આખી જીંદગી ખર્ચી નાખે છે: જોષી અદિતી
અબતક સાથેની વાતચીતમાં જોશી અદિતીએ જણાવ્યું કે તે એસ.કે.પાઠકમાં ધો.૮માં અભ્યાસ કરે છે અને આજે ગુરુપૂર્ણિમા છે અને આજનાં દિવસની જેટલી ગુણગાન ગાઈએ તે ઓછા છે. અમારી શાળાનાં આચાર્ય, અમારા ટ્રસ્ટી અને મારા બધા જ ગુરુજનોએ અમને મઠારવામાં ખુબ જ મહેનત કરેલી છે અને એનાં કારણે અમે આટલું શ્રેષ્ઠ પરીણામ મેળવ્યું છે તો આજના આ ગુરુપૂર્ણિમાએ ગુરુ અને શિષ્યનાં પાવનનો પ્રેમનો મહિમા છે. આપણને સુધારવા ગુરુ આખી જીંદગી ખર્ચી નાખે છે.