રાજકોટ જિલ્લા સહિત રાજ્યભરની પ્રામિક શાળાનો આઠમો ગુણોત્સવ સંપન્ન: કમિશનર, મેયર, રાજકીય નેતા સહિતના અગ્રણીઓ બે દિવસીય ગુણોત્સવ કાર્યક્રમમાં રહ્યાં હાજર
આજના સમયમાં શિક્ષણ ક્ષેત્રે ખુબજ હરીફાઈ ચાલી રહી છે ત્યારે પ્રાઈમરીથી જ શિક્ષણનો પાયો મજબુત બને તેવા શુભ હેતુી છેલ્લા ૮ વર્ષથી શાળાઓમાં ગુણોત્સવ કાર્યક્રમ યોજવામાં આવે છે. શૈક્ષણિક સુધારણા માટેની સૌથી મોટી પહેલ એટલે ગુણોત્સવ. આ ગુનોત્સવના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ દ્વારા રાજય સરકારના માર્ગદર્શન હેઠળ ૦૬ અને ૦૭ એપ્રિલ દરમ્યાન ગુણોત્સવ-૮નુ આયોજન કરેલ છે. જેમાં આજરોજ મેયર ડો.જૈમન ઉપાધ્યાય કાળા પથ્રના ક્વાર્ટરમાં આવેલ શ્રી આદર્શ બાલનિકેતન પ્રામિક સ્કુલમાં ઉપસ્તિ રહેલ હતા.
ડો.જૈમન ઉપાધ્યાયએ ધો.૨ થી ૫ નાં વર્ગમાં જઈ વિર્દ્યાીઓને વાંચન તેમજ બ્લેક બોર્ડમાં લેખન કરાવ્યું હતું. અને કૌશલ્યની ચકાસણી કરેલ. આ ઉપરાંત ધો.૬, ૭ અને ૮ નાં વિર્દ્યાીઓની પરીક્ષા લેવામાં આવેલ પરીક્ષા બાદ વિર્દ્યાીઓને વાંચન શુધ્ધલેખન પ્રશ્નોતરી વિગેરે કરેલ હતી. વિશેષમાં મેયરશ્રીએ જણાવેલ કે પાયાી જ શિક્ષણ મજબુત ઠય તે ખુબજ જરૂરી છે. અને આ માટે ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ, બેટી બચાઓ બેટી પઢાઓ તેમજ ગુણોત્સવ જેવા કાર્યક્રમો આપી શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ લાવેલ. રાજયના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ શિક્ષણને મજબુત કરવા તેમજ ગરીબ વર્ગના વિર્દ્યાથી પણ ઉચ્ચ અભ્યાસ કરી શકે તેવા પગલાઓ લઈ રહેલ છે. આ અવસરે વિર્દ્યાીઓને અત્યારથીજ અભ્યાસમાં ધ્યાન આપવા અને શિક્ષકોએ આ પાયાનું શિક્ષણ વધુ મજબુત બને અને ગુરૂની ભૂમિકા નિષ્ઠાપૂર્વક ભજવે તેમાં અંતમાં જણાવેલ હતું.
આઠમા રાજ્યવ્યાપી ગુણોત્સવ-૨૦૧૮ના સમાપ્ન પ્રસંગે રાજકોટ શહેર પોલિસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગહલૌતે વેલના પ્રામિક શાળાના ૪૨૧ વિર્દ્યાથીઓના શિક્ષણનું સર્વાંગી મુલ્યાંકન કર્યું હતું.
કમિશ્નરે શાળામાં ચાલતી તમામ પ્રવૃત્તિની વિગતો મેળવી હતી, અને તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. નગર પ્રામિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરની કુલ ૧૮ શાળાઓમાં ઇ ક્ધટેન્ટ ના માધ્યમી શિક્ષણ આપવામાં આવે છે, જેમાં વેલના શાળાનો પણ સમાવેશ થાય છે. શ્રી અનુપમસિંહ ગહલૌતે રસપૂર્વક થઇ ક્ધટેન્ટદ્વારા અપાતું શિક્ષણ નિહાળ્યું હતું, અને ઉગતી પેઢીને ટ્રાફિકના નિયમોથી જાગૃત કરવા શિક્ષકગણને ટકોર કરી હતી. ડિજિટલ પેની બાળકોને અપાતું કમ્પ્યુટરાઇઝડ શિક્ષણનું શ્રી ગહલૌતે જાતે નિદર્શન કર્યું હતું. જોડિયા અક્ષરો ન વાંચી શકતા બાળકોને તેમણે વધુ પ્રેક્ટિસ કરવા શીખ આપી હતી. અધિકારીઓને જોઇને ગભરાઇ જતા બાળકોને બીક ન રાખવા જણાવીને શ્રી ગહલૌતે તેમના માનવીય અભિગમનો ઉત્તમ નમૂનો પેશ કર્યો હતો.
ગુણોત્સવ અભિયાનના બીજા દિવસે રાજકોટ જિલ્લાની વિવિધ શાળાઓની મહાનુભાવોઓ મુલાકાત લીધી હતી. મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ડો. ધનસુખભાઇ ભંડેરીએ પરા પીપળિયા પ્રામિક શાળાની મુલાકાત લઇ તેનું ગુણાત્મક દ્રષ્ટિએ આકલન કર્યું હતું.
ડો. ભંડેરી સવારમાં ઉક્ત શાળામાં પહોંચ્યા હતા. જ્યાં શાળાની બાળાઓએ કુમકુમ તિલક કરી તેમનું સ્વાગત કર્યું. બાદમાં તેમણે શાળામાં નિભાવવામાં આવતા વિવિધ રજીસ્ટર, પ્રવૃત્તિઓના પુસ્તકોનું નિરીક્ષણ કર્યું હતું. શાળાના શિક્ષકગણ સો બેઠક કરી શિક્ષણકર્મમાં સક્રિયતા લાવી ગુણાત્મક પરિવર્તન કેવી રીતે લાવી શકાય તે બાબત સરળતાી સમજાવી હતી અને પોતાના ૨૨ વર્ષના શિક્ષક તરીકેના અનુભવોનો અર્ક પણ જણાવ્યો હતો.
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તા. ૬ અને ૭ એપ્રિલ દરમિયાન ગુણોત્સવ -૮ નું આયોજન કરવામાં આવેલ છે અંતર્ગત ડે. મેયર ડો.દર્શીતાબેન શાહ સરસ્વતી પ્રામિક શાળા નં.૯૭ માં ઉપસ્તિ રહેલ તેમજ તેઓએ શાળાની વિવિધ કાર્ય પધ્ધતિનું મુલ્યાંકન કરેલ.
મુલ્યાંકન દરમિયાન ડે. મેયર ડો.દર્શીતાબેન શાહ શાળાની ભૌતીક સુવિધા, સ્વછતા, સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ, મધ્યાહન ભોજન જેવી વિવિધ બાબતોની ચકાસણી કરેલ તેમજ વર્ગખંડ અવલોકન દરમિયાન ડે. મેયર ડો.દર્શીતાબેન શાહએ વિર્ધાીઓની વાંચન, ગણન, લેખનની કસોટી લીધી. કસોટી બાદ તેમણે વર્ગમાં શિક્ષણકાર્ય પણ કરાવેલ એક આદર્શ શિક્ષિકાની ભુમિકા ભજવી શાળાના શિક્ષકો માટે આદર્શ નમુનો પુરો પાડેલ અને વર્ગના વિર્દ્યાીઓ સો આત્મીયતા સભર વાર્તાલાપ દ્વારા વિવિધ મુદ્દાની સ્પષ્ટ સમજ આપી મુલ્યલક્ષી શિક્ષણ પૂરું પાડેલ હતું તા તેઓશ્રીએ જણાવેલ કે, ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ વગેરે જેવા શિક્ષણ લગત કાર્યક્રમો આપી શિક્ષણક્ષેત્રને મજબુત બનાવવાના તેઓના પ્રયાસ સફળ યા છે. આ મુલાકાત દરમિયાન ડે. મેયર ડો.દર્શીતાબેન શાહ. લાયઝન વિ.એ.સીડા, શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકગણ ઉપસ્થિત રહેલ.
રાજકોટ સરકારી શાળા દ્વારા બાળકોના વિકાસ હેતુ કસ્તુરબા શાળા નંબર પ૩માં ગુણોત્સવ યોજાયો હતો. જયા શિક્ષણ સમીતીના સભ્ય મુકેશભાઇ મહેતા જણાવે છે કે ગુણોત્સવ એટલે આખા વર્ષ દરમિયાન શાળામાં થતી એકીટવીટી તથા પ્રોજેકટમાં વિઘાર્થીઓએ લીધેલા ભાગનું મુલ્યાંકન તથા બાળકો એ વર્ષ દરયિમાન કરેલા કામ તથા શિક્ષકો દ્વારા કરેલ કામનું મુલ્યાંકન કરવું તથા તેના દ્વારા આગળ પ્લાનીંગ કરવું.
કસ્તુરબા પ્રા. શાળા પ૩ અમુબેન રાઠોડ જણાવે છે કે વર્ષ દરમિયાન થયેલ બાળકોનું મુલ્યાકન જેવી કે ચિત્ર, રંગપુરણી, અક્ષરો, વાંચન નુ ઘ્યાન, તથા તેણે અનુરુપ બાળકો માટે આગળ ભણતર ને અનુસરી લેવાતા પગલા મુખ્ય રીતે બાળકોને ઉજાગર કરી શકે અને વ્યકિતગત ખીલવવાની પ્રવૃતિઓ એટલે ગુણોત્સવ
પહેલા સરકારી શાળામાં થતી પ્રવૃતિઓ તથા અત્યારે થતા ફેરફાર વિશે વાત કરતા જણાવે છે કે પહેલા (કલમ) શીખવવામાં આવતું જે બાળકોને ખબર ન પડતી, ગોખણપટ્ટી થતી, પરંતુ હવે વિવિધ વસ્તુઓ દ્વારા બાળકોને શીખવવામાં આવે છે જેણે કારણે હવે બાળકોના ભણતરમાં વધુને વધુ સુધારા થયા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,