શિક્ષકો દ્વારા કેરળ રાહત ફંડમાં પાંચ લાખ રૂપિયા એકઠા કરાયા

દાદરાનગર હવેલીના સેલવાસમાં આવેલી લાયન્સ ઇગ્લીશ સ્કુલના શિક્ષકોએ કેરળમાં આવેલ ભયાનક પુરની વહારે આવ્યા છે. આ શિક્ષકોએ રાહત ફંડમાં એક દિવસનો પગાર સુપ્રત કર્યો છે. જેની કુલ રકમ પાંચ લાખ રૂપિયા થાય છે. કેરળને પુન: ઉત્થાન અને આ પુરની પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે યુઘ્ધના ધોરણે કામગીરી થઇ રહી છે ત્યારે સંધ પ્રદેશ દાદરા નગર હવેલીના લાયન્સ ઇગ્લીશ સ્કુલના શિક્ષકોએ યથાશકિત યોગદાન કર્યુ છે. આ અંગે વધુ જણાવતા લાયન્સ કલબ ઓફ સેલવાસ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ફતેહસિંહ ચૌહણે કયુૃ કે શિક્ષકોએ અતુલનીય સહયોગઆપ્યો છે. કેરળમાં હાલ પાયાની સુવિધાઓ પણ ખોરવાઇ ગઇ છે.ત્યારે આ આર્થિક સહાય તેમને ઉપયોગી થશે

મહત્વનું છે કે પર્યટનની દ્રષ્ટિએ ખુબ જ વિકસીત કેરળની હાલ પ્રાકૃતિક સુંદરતા વિખેરાઇ ગઇ છે. કેરળમાં ભારે વરસાદ, પુર, અને ભુસ્ખલનને કારણે બુનિયાદી સુવિધાઓ ખેતી તેમજ નયનરમ્ય સ્થળો બિહામણા થઇ ગયા છે. કેટલાક લોકોના મોત થયા છે તો આવી કપરી પરિસ્થિતિમાં માનવતાની દ્રષ્ટિએ પણ કેરળને સહાય કરવી અનિવાર્ય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.