ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સાતમા પગારપંચ સહિતના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું કઈ જનિરાકરણ ન આવતા ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘ સંકલન સમિતિ ખુબજ નારજ થઈ છે.અને તેના ભાગરૂપે રાજ્યની આગામી 17 જુલાઈએ ગ્રાન્ટેડ સ્કૂલોના તમામ શિક્ષકો અને કર્મચારીઓ માસ સી.એલ. પર જશે અને તમામ શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરવાની જાહેરત કરવામાં આવી છે.
17જુલાઈએ રાજ્યની તમામ ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો અને કર્મચારીઓ માસ સી.એલ પર જશે અને 18થી 31 જુલાઈ સુધી અમદાવાદ,રાજકોટ,સુરત,મહેસાણા,ચાર ઝોનમાં સંકલન સમિતિના મુખ્ય અધિકારીઓ જાહેર સભા યોજશે અને જો તો પણ નિરાકરણ નો આવેતો ગાંધીનગરમાં મહારેલી યોજાશે.