શિક્ષકની સાચી ગુણવત્તા વિદ્યાર્થીને તેના લક્ષ્યમાં સર્વશ્રેષ્ઠ અને નિપુણતા પ્રાપ્ત કરવાની છે
બાળકના સર્વાંગી વિકાસ પાછળ શાળામાં થતો ખર્ચ ફીમાં સામેલ કરાય છે
ભારતવર્ષમાં શિક્ષણનું અમૂલ્ય પ્રદાન રહ્યું છે. યુગોથી આપણે જોતા આવ્યા છીએ કે ઋષિ પરંપરા અને ગુરુકુળ નું શિક્ષણમાં અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે. મહાન રાજાઓ અને તેમના સંતાનોએ પોતાના રાજમહેલ છોડી અને ગુરુકુળમાં જઈ વિવિધ શિક્ષાની તાલીમો માં નિપુણતા હાંસલ કરી છે. એ સમયમાં ભારતવર્ષના શિક્ષણમાં વિદ્યાર્થીઓ ઇનોવેશન, અને પોતાના કૌશલ્યમાં વિશ્વભરમાં અગ્રેસર રહેતા હતા. આજે ઘણી બધી જે મહાન શોધ થઈ છે તેના મૂળ ક્યાંક ભારતવર્ષમાં જ રહેલા છે.
પરંતુ જ્યારે મધ્યકાળમાં ભારત પર વિદેશી આક્રમણો થયા જેને પગલે ભારતવર્ષના ભવ્ય અને અજોડ શિક્ષણનો અંત થયો. ત્યારબાદ મેકેલો પદ્ધતિની શિક્ષણમાં શરૂઆત થઈ જેમાં બાળકને ઉપરથી અભ્યાસક્રમ આપવામાં આવે તે મુજબ જ અભ્યાસ કરવાનો રહે છે. પરંતુ હવે નવી શિક્ષણ પદ્ધતિમાં નેપ અંદર આપણી વર્ષોજૂની શિક્ષણ પદ્ધતિને અમલ કરવાની શરૂઆત કરવામાં આવશે.
સાથોસાથ હાલના સમયમાં બાળકના સર્વાંગી વિકાસ માટે શાળાઓમાં જે ખર્ચ થતો હોય છે. તેના સંદર્ભમાં ફી શાળા માટે જરૂરી છે.તેમજ ગુરુ શિષ્યની ભાવના આજે બંને તરફથી કેળવવી જરૂરી છે.શિક્ષકોને માનભેર તેમના વેતનમાં પ્રોત્સાહન આપવાની પણ જરૂરિયાત શાળાએ બરકરાર રાખવી જરૂરી છે.
તેમજ સારા શિક્ષકની ગુણવત્તા એ બાળકના બૌદ્ધિક તાના સર્વાંગી વિકાસ પર હંમેશા આધાર ભૂત રહે છે વિદ્યાર્થીમાં વિનય વિવેક અને શિસ્તનું સિંચન શિક્ષક દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થીને તેના લક્ષ્ય સુધી પહોંચાડવા તેની પાછળ શિક્ષકે રાત દિવસ મહેનત કરે એ તેનું નૈતિક મૂલ્ય છે. સારુ એજ્યુકેશન સારા પૈસાથી નહિ પરંતુ શિક્ષકની વિદ્યાર્થીઓ પ્રત્યેની નૈતિક મૂલ્યોની ફરજ અને બાળકને પોતાનું બાળક સમજીને અભ્યાસ કરાવવામાં આવે તેનેજ સારું એજ્યુકેશન કહી શકાય છે.
સૌરાષ્ટ્રનું વિદ્યાધામ બન્યું રાજકોટ
સૌરાષ્ટ્રમાં રાજકોટ આજે એજ્યુકેશન નું હબ બન્યું છે. થોડાક વર્ષો પહેલા વિદ્યાર્થીઓ વિદ્યાનગર અને સુપેડી જેવા શિક્ષણના ધામમાં અભ્યાસ કરવા જવાની પસંદગી રખાત પરંતુ સમય પરિવર્તનની સાથે રાજકોટમાં આજે સૌરાષ્ટ્ર તેમજ ગાંધીનગર,દાહોદ,પંચમહાલ જેવા જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ ઉત્સાહભેર અભ્યાસ કરવા આવે છે. તેમજ સારા રેન્ક થી પરીક્ષામાં પાસ થઈને દેશના નામાંકિત શિક્ષણના ફિલ્ડમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. અને પોતાના જીવન અને પરિવારનું ગૌરવ વધારી આગવી ઓળખ અપાવે છે
શિક્ષકની ગુણવત્તા વિદ્યાર્થીના બૌદ્ધિકતાનો સર્વાંગી છે : કૃષ્ણકાંતભાઈ ધોળકિયા
યુગોથી આપણે જોતા આવ્યા છીએ કે ભગવાન રામ,કૃષ્ણ પાંડવો કે કૌરવો બધાએ ઋષિ પાસે ગુરુકુળમાં રહી શિક્ષણ મેળવ્યું છે. મહાન રાજાઓ અને તેમના પુત્રોએ વર્ષોથી ગુરુકુળમાં રહીને વિદ્યાપીઠમાં ઋષિમુનિઓ પાસે દરેક વિદ્યામાં નિપુણતા હાંસલ કરી છે.શિક્ષકની ગુણવત્તા વિદ્યાર્થીના બૌદ્ધિકતાનો સર્વાંગી વિકાસ કરવા પર છે. શિક્ષણની સાથે શિક્ષક વિદ્યાર્થી માં વિનય,વિવેક,શિસ્ત આ બધી વસ્તુઓનું સિંચન કરે છે.
બાળકને તેના શોખમાં નિપુણતા હાંસલ કરવાનું કાર્ય ગુરુનું હોય છે. સમય પરિવર્તન ચાલતું રહે છે ત્યારે અહીં આવતા વિદ્યાર્થીઓની ગુરુ પ્રત્યેની અને શિક્ષકોની વિદ્યાર્થીઓ પ્રત્યેની ભાવના પારિવારિક રહે છે. બાળકના સર્વાંગી વિકાસ માટે શાળામાં જે ખર્ચ થતો હોય છે તેને સ્કૂલ ફીમાં સામેલ કરવો જરૂરી હોય છે. સારા એજ્યુકેશન માટે સારા પૈસાની જરૂર હોય છે તે તદ્દન ખોટી વાત છે શિક્ષકોનું નૈતિક મૂલ્ય હોય છે.
વિદ્યાર્થીઓ પ્રત્યે તેમનું નિષ્ઠા પૂર્વક કાર્ય કરવાનું હોય છે. ખાનગી કે સરકારી શાળાઓમાં શિક્ષણ તો સારુ આપવામાં આવે છે પરંતુ આજના આધુનિક યુગમાં વિદ્યાર્થી ક્યાંક મોબાઈલ અને બિનજરૂરી વસ્તુ માં ગુંચવાય જતો હોય છે. તેમાંથી તેને બહાર નીકળીને તેના પર શિક્ષણ નું ધ્યાન કેન્દ્રિત કરવવાની જરૂર છે.
વિદ્યાનગર, સુપેડી નહિ રાજકોટમાં અભ્યાસ કરવાની વિદ્યાર્થીઓની પહેલી પસંદ : ડો.રશ્મિકાંત મોદી
મોદી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી ડો.રશ્મિકાંત મોદી એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જાણવ્યું હતું કે શિક્ષણમાં શરૂઆતના સમયમાં વિદ્યાર્થીઓ વિદ્યાનગર, સુપેડી અભ્યાસ કરવા જવાનું પસંદ કરતા ત્યારે હવે સૌરાષ્ટ્રમાં રાજકોટ એજ્યુકેશન હબ બન્યું છે. અને વિદ્યાર્થીઓ મોટાભાગે અહીં અભ્યાસ કરવાનું પસંદ.ધોરણ 9 થી 12 અને કોલેજ માટે વિદ્યાર્થીઓ ગાંધીનગર,દાહોદ અને પંચમહાલ થી રાજકોટ ખાતે અભ્યાસ કરવા આવે છે.
વિશ્વના અન્ય દેશોમાં જોવા જાય તો એજ્યુકેશન માં ઓછા કરજે શિક્ષણ ભારતમાં આપવામાં આવે છે. સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારા પગાર ધોરણ વાળા શિક્ષકો જેનો લાભ વિદ્યાર્થીઓ અને અભ્યાસમાં અપાવવામાં આવે છે. હારજો વર્ષ પહેલાં ભારતવર્ષનું શિક્ષણ ઋષિ પરંપરા વાળું હતું. મહાન રાજાઓ તેમના કુતરો અને ગુરુકુળ ઋષિ પરંપરામાં પણ મેળવવા મોકલતા મધ્યકાળમાં ભારત પર વિદેશી આક્રમણ બાદ ભારતમાં મેકેલો પદ્ધતિ શિક્ષણ નુ ચલણ શરૂ થયું જેના પગલે હજારો વર્ષ પહેલાં જે વિદ્યાર્થી પોતાના કૌશલ્ય અને ઇનોવેશન માં નિપુણ હતા.
પરંતુ મેકેલો પદ્ધતિમાં બાળકને ઉપરથી અભ્યાસક્રમ આપવામાં આવે તે મુજબ જ અભ્યાસ કરવાનો રહે છે. નવી શિક્ષણ પદ્ધતિમાં નેપ અંદર આપણી વર્ષોજૂની શિક્ષણ પદ્ધતિને અમલ કરવાની શરૂઆત કરવામાં આવશે. ગુરુકુળ પરંપરા વેસ્ટ શિક્ષણનું માધ્યમ છે બાળકની અંદર રહેલી તમામ બૌદ્ધિકતા અને કૌશલ્યને વિકાસ નો મોટો વેગ મળે છે. તેમજ હાલના સમયમાં જે બાળકોમાં ડીપ્રેશન અને બિનજરૂરી સોશિયલ મીડિયાનું દુષણ ફેલાઈ રહ્યું છે તેને પણ ગુરુકુળમાં અટકાવી દેવામાં આવતું હોય છે.
શિક્ષક બાળકના સર્વાંગી વિકાસ માટે હંમેશા કાર્યરત રહે એ જ એની સાચી ગુણવત્તા છે તેમજ શિક્ષકને રિસ્પેક્ટ મળવી જરૂરી છે સારા શિક્ષકો ને સરકારી હોય કે ખાનગી સારો ગ્રેડ પે પગાર પણ મળવો જરૂરી છે.હાલ ગુરુ શિષ્યની ભાવના ક્યાંક જોવા મળતી નથી પરંતુ એ આપણી સામૂહિક જવાબદારી છે. શિક્ષકને પણ એટલું સમજવાનું છે વિદ્યાર્થીને પણ એટલું સમજવાનું છે તેમજ નેગેટીવ વિચારો સમાચારો થી દૂર રહી અને સર્વાંગી વિકાસ માટે વિદ્યાર્થીના હંમેશા કાર્યરત રહેવાનું છે.