એક લોકપ્રિય રાજનેતા અશોક ડાંગરે ગુરૂ સાથેના સંભારણા વાગોળતા જણાવ્યું હતું કે, હું ૧૯૮૦ની સાલથી ગુરૂના સંપર્કમાં આવ્યો. જ્યારે મે કુંડલીયા કોલેજમાં પ્રવેશ મેળવ્યો. તેઓ વિદ્યાર્થીઓની મોટા ભાગની માંગણીઓ સંતોષતા અને વિદ્યાર્થીઓની લાગણીને સન્માન આપતા. એમની સાદગી, એમનું નિરાભિમાન વ્યક્તિત્વ અને કોઇપણ પ્રકારની સમસ્યાઓને હલ કરવાનું તેમનું વ્યવહારીકપણું હંમેશા દરેકને એમના તરફ આકર્ષિત કરી રાખતું. કોઇપણ વિષમ પરિસ્થિતિને તેઓ ખુબજ શાંત ચિત્તે નિરાકરણ લાવી શકતા. ઘણી વખત કશું બોલ્યા વગર પણ અમારી ભૂલોનું ભાન કરાવતા જે તેમના વ્યક્તિત્વને આભારી હતું. તેઓ દિર્ઘદ્રષ્ટા હતા અને ભવિષ્ય ભાખી શકવા સક્ષમ હતા. ભાષા શુઘ્ધી અને સંયમનો માર્ગ ગુરૂએ અમોને શિખવ્યો હતો.
ગુ‚જી જ્યારે સૌ.યુનિ.ના કૂલપતિ હતા ત્યારે વિદ્યાર્થી આંદોલનોનો દૌર ચાલતો હતો. સૂત્રોચ્ચારોથી કેમ્પસ ગાજતા હતા. આમ છતાં શાંત ચિત્તે તેઓ વિદ્યાર્થીઓની સમસ્યા જાણી તેમના નિરાકરણ અંગે આશ્ર્વત રહેતા અને આશ્ર્વાસન આપી જાણતા અને બરાબર યાદ છે આવા એક આંદોલનને તેઓએ માત્ર એક કલાકના સમયગાળામાં શાંતિપૂર્ણ રીતે સમેટાવ્યું હતું. આવા ગુરૂજીએ અનેક સંસ્થાઓની સ્થાપ્ના કરી પણ એ પાછળનો તેમનો ઉદ્દેશ માત્ર અને માત્ર સમાજ સેવાનો જ રહ્યો.
વ્યાપારીક દ્રષ્ટિકોણથી તેમની એકપણ સંસ્થા સ્થપાયેલી આજે પણ જોવા નહીં મળે.
બીજી એક અન્ય વાતનું રહસ્યોદ્ઘાટન કરતા અશોકભાઇએ જણાવ્યું હતું કે જ્યારે કોઇ સમસ્યા કે પ્રશ્ર્નો લઇને અમો ગુરૂ પાસે જતા ત્યારે અમારી રજૂઆત સાંભળ્યા પછી તેઓ પોતાના શર્ટના છેડે આવેલ બટન વચ્ચેનાં બે છેડાને ભેગા કરે કે શર્ટના બટનના છેડે આવેલા બે ભાગને ભેગા કરીને તેને ગાંઠ વાળે ત્યારે અમો સમજી જતા કે અમારી સમસ્યા કે પ્રશ્ર્નોનું સમાધાન એમણે શોધી લીધુ છે અને એ સમસ્યાનું નિરાકરણ કરવાની એમણે ગાંઠ બાંધી લીધી છે. અને આવુ થાય ત્યારે ખરેખર એ સમસ્યાનું નિરાકરણ એમણે કોઇપણ ભોગે કર્યુ જ હોય.